AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Made in India ઈન્ટરનેટ બ્રાઉઝર થયું લોન્ચ, મોબાઈલ ફોનમાં કરશે કામ, આ મામલે તોડ્યો રેકોર્ડ

મેડ ઈન ઈન્ડિયા ઈન્ટરનેટ બ્રાઉઝર વીરા લોન્ચ કરવામાં આવ્યું છે. આ માત્ર મોબાઈલ ફોનમાં જ કામ કરશે. આને મોબાઈલ ઈન્ટરનેટના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ વિકાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. મોબાઈલ યુઝર દરરોજ લગભગ 7.3 કલાક ઓનલાઈન રહે છે. એક અબજ ભારતીયો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, વીરા તેમને ચોક્કસપણે એક નવો અનુભવ આપશે.

Made in India ઈન્ટરનેટ બ્રાઉઝર થયું લોન્ચ, મોબાઈલ ફોનમાં કરશે કામ, આ મામલે તોડ્યો રેકોર્ડ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 3:10 PM
Share

Made in India : વીરાએ દાવો કર્યો છે કે તેનો ઉપયોગ યુઝરને વધુ સારો ડિજિટલ અનુભવ આપશે. આ ઝડપી ઇન્ટરનેટ સર્ફિંગને મંજૂરી આપશે. આ ઉપરાંત, તે ખૂબ સલામત પણ છે. વીરાનો દાવો છે કે તે ક્રેશ નહીં થાય. વીરાના સ્થાપક અર્જુન ઘોષે જણાવ્યું હતું કે, “અમારું મિશન ભારતીય ઇન્ટરનેટ વપરાશકર્તાઓને ઝડપી, સુરક્ષિત અને ખાનગી બ્રાઉઝિંગ પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. અમે ઈન્ટરનેટ અનુભવ બનાવવા માટે આ યાત્રા શરૂ કરી છે જે ભારતની વિશિષ્ટતા સાથે પડઘો પાડે છે.

આ પણ વાંચો: AnyDesk App Fraud: સાયબર ઠગ્સ રિમોટ મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરી રહ્યા છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને શું ધ્યાન રાખવું

ભારતીયો દરરોજ 7.3 કલાક ઓનલાઈન રહે છે

અર્જુન ઘોષે કહ્યું કે સરેરાશ મોબાઈલ યુઝર દરરોજ લગભગ 7.3 કલાક ઓનલાઈન રહે છે. એક અબજ ભારતીયો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, વીરા તેમને ચોક્કસપણે એક નવો અનુભવ આપશે. ઘોષે કહ્યું, “હું તમને ખાતરી આપું છું કે આ માત્ર શરૂઆત છે. પાઇપલાઇનમાં ઘણી બધી સુવિધાઓ છે. અમે તેના વિશે ખૂબ જ ઉત્સાહિત છીએ અને તેને ટૂંક સમયમાં લોન્ચ કરીશું.

સ્પીડના સંદર્ભમાં વીરાએ સેટ કર્યો બેન્ચમાર્ક

અર્જુન ઘોષે કહ્યું, “વીરાએ સ્પીડના સંદર્ભમાં એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. તેણે સ્પીડોમીટર પર અસાધારણ 40.8 રન પ્રતિ મિનિટ મેળવ્યો છે. આ તેને અન્ય બ્રાઉઝર્સમાં ટોપ પર રાખે છે. વીરામાં લાઈવ ટ્રેકરની સુવિધા આપવામાં આવી છે. આ યૂઝરને બ્લોક કરેલી જાહેરાતોને રીઅલ ટાઇમમાં કાઉંટ કરી શકે છે. આ સાથે તે યુઝરનો ડેટા પણ બચાવશે કરશે.

તે ફક્ત Android ઉપકરણો પર જ ઉપલબ્ધ છે

વીરાની મદદથી ટ્રેકર્સને બ્લોક કરી શકાય છે. વિરા ત્રીજા પક્ષ ટ્રેકર્સ, જાહેરાતો, ઑટોપ્લે વીડિયોઝ અને બાકીનાને ડિફોલ્ટ રીતે બ્લોક કરવાની સુવીધા આપે છે. હાલમાં તે ફક્ત Android ઉપકરણો પર જ ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં તેના iOS અને Windows વર્ઝન લોન્ચ કરવાની યોજના છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">