જો Credit Score માં જ ભૂલ હોય તો??? લોન લેવામાં તકલીફ પડે તો કરો આ કામ સમસ્યાનો હલ નીકળશે
ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ જેને સામાન્ય રીતે ક્રેડિટ બ્યુરો કહેવામાં આવે છે. બેંકો, ક્રેડિટ કાર્ડ કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી ગ્રાહક ડેટા એકત્રિત કરે છે. આ ડેટાના આધારે તે વ્યક્તિનો ક્રેડિટ સ્કોર ઈશ્યુ કરે છે.
જો તમારે લોન(Loan) લેવી હોય અને કોઈ કારણસર તમારા ક્રેડિટ સ્કોર(Credit Score)માં ગરબડ થઈ જાય તો તમને લોન નહીં મળે. જ્યાં સુધી તમારો ક્રેડિટ સ્કોર સારો નથી ત્યાં સુધી તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પછી પણ લોન મેળવી શકશો નહીં. પરંતુ એ જરૂરી નથી કે તમારી ભૂલને કારણે તમારો ક્રેડિટ સ્કોર ડિસ્ટર્બ થયો હોય. ક્યારેક ક્રેડિટ સ્કોર દર્શાવનાર પણ ખોટો હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારી પાસે ક્રેડિટ સ્કોર બ્યુરોનો સંપર્ક કરવાનો વિકલ્પ છે. ભારતીય રિઝર્વ બેંક(RBI) દ્વારા આ સમસ્યાનો ઉકેલ આપવામાં આવ્યો છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં વધારાની જાહેરાત કર્યા બાદ કહ્યું હતું કે, જો ક્રેડિટ સ્કોર બ્યુરો તમારી વાત ન સાંભળે તો તમે સીધી આરબીઆઈને ફરિયાદ કરી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જાહેરાત કરી છે કે જે વ્યક્તિઓ CIBIL, Experian, Equifax વગેરે જેવી ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓમાં સમસ્યા હોય તેઓ સીધી જ મધ્યસ્થ બેંકમાં ફરિયાદ નોંધાવી શકે છે.
જો ક્રેડિટ બ્યુરો 30 દિવસમાં ભૂલ ન સુધારે તો RBI નો સંપર્ક કરો
ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ જેને સામાન્ય રીતે ક્રેડિટ બ્યુરો કહેવામાં આવે છે. બેંકો, ક્રેડિટ કાર્ડ કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી ગ્રાહક ડેટા એકત્રિત કરે છે. આ ડેટાના આધારે તે વ્યક્તિનો ક્રેડિટ સ્કોર ઈશ્યુ કરે છે. આ આધારે વ્યક્તિ સારો અથવા ખરાબ લોન લેનાર જણાય છે. જો કે, એવું બની શકે છે કે ક્રેડિટ બ્યુરો પાસે ઉપલબ્ધ માહિતી ખોટી પણ હોય છે અને પરિણામે ખોટો ક્રેડિટ સ્કોર સારો આવતો નથી. આ સમસ્યાની ફરિયાદ બાદ ઘણીવાર 30 દિવસની અંદર સુધારવામાં આવતો નથી. હવે જો ક્રેડિટ બ્યુરો 30 દિવસની અંદર તમારી ભૂલ સુધારે નહીં, તો તમે તેની સીધી RBIને ફરિયાદ કરી શકો છો.
રિઝર્વ બેંક ઇન્ટીગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ-2021 શહેરી સહકારી બેંકો, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ, NBFC અને બિન-શિડ્યુલ્ડ પ્રાથમિક સહકારી બેંકો સહિત અનુસૂચિત વ્યાપારી બેંકોમાંથી રૂ. 50 કરોડ અને તેથી વધુની થાપણો સાથેના વ્યવહારોને આવરી લે છે. તેને વધુ વ્યાપક બનાવવા માટે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓને તેના દાયરામાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે CICs સામેની ફરિયાદો માટે ખુલ્લી વૈકલ્પિક નિવારણ પદ્ધતિ પ્રદાન કરશે. આ ઉપરાંત, CIC દ્વારા જ આંતરિક ફરિયાદ નિવારણને મજબૂત કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.