Petrol Diesel Price Today : આજે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ , જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના ભાવ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.79 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.31 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today :  આજે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ , જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના ભાવ
Petrol - Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 7:51 AM

પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price Today) માં છેલ્લા કેટલાક દિવસોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ઇંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવતા આમ આદમી રાહત અનુભવી રહ્યો છે. જો કે દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે અને ઘણા શહેરોમાં તો ડીઝલ પણ 100 રૂપિયાથી વધુ કિંમતે વેચાઈ રહ્યું છે. દરરોજ સવારે બળતણના ભાવ બદલાય છે. સ્થાનિક તેલ કંપનીઓએ આજે નવા રેટ જાહેર કર્યા છે. આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. મંગળવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

જો તમે આજના ભાવો પર નજર નાખો તો ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ ઈંધણના ભાવ સ્થિર છે. મંગળવારે રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં ઈંધણના ભાવમાં 15 પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.79 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.31 રૂપિયા પ્રતિ લીટર છે.

પેટ્રોલ-ડીઝલના ભાવની સ્થિતિ શું છે? નવા રેટ મુજબ રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 101.49 રૂપિયા પ્રતિ લિટર છે. દરમિયાન ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પણ પેટ્રોલ 107.52 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.48 પૈસા પ્રતિ લીટર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ભારે ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.49 88.92
Mumbai 107.52 96.48
Chennai 99.20 93.52
Kolkata 101.82 91.98

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

આ પણ વાંચો :  Infosys 100 અબજ ડોલરની માર્કેટ કેપને પાર કરનાર ચોથી ભારતીય કંપની, જાણો શું છે કંપનીના શેરની સ્થિતિ

આ પણ વાંચો :  ITR : FY 21 માટે Income Tax Return Deadline લંબાવાઈ શકે છે, ITR પોર્ટલની સમસ્યાઓના પગલે નિર્ણય લેવાય તેવી શક્યતા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">