AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IDFC First Bank and IDFC merger : IDFC First Bank માં શું બદલાશે? મર્જરની ગ્રાહકો અને શેરધારકો પર આ અસર પડશે

IDFC First Bank and IDFC merger : IDFC FIRST BANK ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે IDFC Limited અનેIDFC Financial Holdingsના પોતાની સાથે મર્જરને મંજૂરી આપી છે. હવે  આ સાથે ચર્ચા શરૂ થઈ છે કે આની બેંકના ગ્રાહકો અને શેરધારકો પર શું અસર થશે? લોનનું વ્યાજ અને શેરહોલ્ડિંગ પેટર્ન કેવી રીતે બદલાશે?

IDFC First Bank and IDFC merger : IDFC First Bank માં શું બદલાશે? મર્જરની ગ્રાહકો અને શેરધારકો પર આ અસર પડશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 6:45 AM
Share

IDFC First Bank and IDFC merger : IDFC FIRST BANK ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે IDFC Limited અનેIDFC Financial Holdingsના પોતાની સાથે મર્જરને મંજૂરી આપી છે. હવે  આ સાથે ચર્ચા શરૂ થઈ છે કે આની બેંકના ગ્રાહકો અને શેરધારકો પર શું અસર થશે? લોનનું વ્યાજ અને શેરહોલ્ડિંગ પેટર્ન કેવી રીતે બદલાશે? ચાલો તમારા માટે આ સમસ્યાને આ અહેવાલ દ્વારા હલ કરીએ. તમને જણાવી દઈએ કે IDFC ફર્સ્ટ બેંકે 2023માં જ આ મર્જરને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જો કે, આ માટે તેણે RBI (reserve bank of india) સિવાય સેબી(security exchange board of india), કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા(CCI) જેવા મોટા રેગ્યુલેટર્સની મંજૂરી લેવી પડશે.

શેરધારકો પર મર્જરની અસર

IDFC ફર્સ્ટ બેન્ક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે IDFC લિમિટેડના શેરધારકોને દરેક 100 શેર માટે IDFC ફર્સ્ટ બેન્કના 155 શેર મળશે. શેરની ફેસ વેલ્યુ રૂ.10 રહશે. IDFC લિમિટેડ એ IDFC ફર્સ્ટ બેંકમાં 40 ટકા હિસ્સો ધરાવે છે. આ મર્જર પછી સૌથી મોટી વિગત એ સામે આવી રહી છે કે  IDFC લિમિટેડના શેરધારકો હવે સીધા IDFC ફર્સ્ટ બેંકના શેરધારકો ગણાશે. તે જ સમયે, તે બેંક માટે પણ આ ડીલ નુકસાનકારક નથી. બેંકમાં IDFC લિમિટેડનો હિસ્સો હોવાને કારણે તેના શેરધારકો પાસે 1.66 ના ગુણોત્તરમાં બેંકના શેર છે જ્યારે મર્જર પછી, તે 1.55 ના ગુણોત્તરમાં આવશે. .

વિલીનીકરણ પછી આ તમામ કંપનીઓ અને બેંકનો વ્યવસાય એક સ્ટ્રીમ લાઇન હશે, જે નિયમનકારી અનુપાલનનું ભારણ ઘટાડશે. પરિણામે, શેરધારકોને વધુ સારું વળતર મળશે. તે જ સમયે, IDFC ફર્સ્ટ બેંક HDFC બેંક અથવા ICICI બેંક જેવી મોટી ખાનગી બેંક તરીકે કામ કરી શકશે.

મર્જર ગ્રાહકોને શું અસર કરશે?

IDFC ફર્સ્ટ બેન્કના MD અને CEO વી. વૈદ્યનાથન કહે છે કે આ મર્જર પછી બેન્કનો મૂડી આધાર વધશે. બેંકની બુક વેલ્યુ પ્રતિ શેર 5 ટકા વધશે. આ સાથે IDFC લિમિટેડના 600 કરોડ રૂપિયાની રોકડ પણ IDFC ફર્સ્ટ બેંકના ખાતામાં ઉમેરવામાં આવશે.

તે જ સમયે આ બેંકને વધુ ક્ષેત્રોમાં તેની સેવા પ્રદાન કરવામાં, ગ્રાહક આધાર અને શાખાઓ વધારવામાં મદદ કરશે. બેંકનો ચોખ્ખો નફો હવે 2400 કરોડ રૂપિયાની આસપાસ છે. આ સાથે, મૂડી આધારમાં વધારો થવાને કારણે, બેંકની જોખમ લેવાની ક્ષમતામાં વધારો થશે, જેના કારણે તે ગ્રાહકોને સ્પર્ધાત્મક વ્યાજ દરો પર લોન ઓફર કરી શકશે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">