AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India-Vistara merger : ટાટાની એરલાઈન એર ઈન્ડિયા અને વિસ્તારાનું મર્જર અટકી ગયું, જાણો શું છે કારણ ?

Air India-Vistara merger: એર ઈન્ડિયા-વિસ્તારાના મર્જરની જાહેરાત ગયા વર્ષે નવેમ્બરમાં કરવામાં આવી હતી. ઈન્ડિગો એવિએશનમાં સૌથી વધુ 60% બજાર હિસ્સો ધરાવે છે. એર ઈન્ડિયા અને વિસ્તારાનો બજાર હિસ્સો 18.4% છે.

Air India-Vistara merger : ટાટાની એરલાઈન એર ઈન્ડિયા અને વિસ્તારાનું મર્જર અટકી ગયું, જાણો શું છે કારણ ?
Air India-Vistara merger
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 7:39 PM
Share

ટાટાની એરલાઈન એર ઈન્ડિયા અને વિસ્તારાનું મર્જર અટકી ગયું છે. વાસ્તવમાં, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ જારી કરીને પૂછ્યું હતું કે, વિસ્તારા સાથેના મર્જરની દરખાસ્તની તપાસ શા માટે ન કરવી જોઈએ. કંપનીએ 30 દિવસમાં આ નોટિસનો જવાબ આપવાનો રહેશે. જો CCI જવાબથી સંતુષ્ટ થશે, તો મર્જરને મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો : શું LIC મ્યુચ્યુઅલ ફંડ અને IDBI મ્યુચ્યુઅલ ફંડના મર્જરથી ગ્રાહકોને ફાયદો થશે, જાણો વિગતો

આગળનો વિકલ્પ શું હશે: જો CCI જવાબથી સંતુષ્ટ ન હોય અને તપાસ આગળ વધારવાનું નક્કી કરે, તો ટાટા પાસે બે વિકલ્પો બાકી રહેશે. પહેલો વિકલ્પ વિસ્તારામાં તેનો હિસ્સો વેચવાનો હશે. બીજો વિકલ્પ સીસીઆઈના માપદંડોને પૂર્ણ કરવાનો છે. ટાટાએ એપ્રિલમાં એર ઈન્ડિયા અને ગ્રુપના સંયુક્ત સાહસ વિસ્તારાને સિંગાપોર એરલાઈન્સ (SIA) સાથે મર્જ કરવા માટે CCIની મંજૂરી માંગી હતી.

મંજૂરી જરૂરી છે: મર્જર અને એક્વિઝિશન માટે CCIની મંજૂરી જરૂરી છે. CCI ચકાસણીના બે તબક્કા દ્વારા મર્જરની દરખાસ્તોની સમીક્ષા કરે છે. તે જોવામાં આવે છે કે શું વિલીનીકરણથી ભારતના સંબંધિત બજારમાં સ્પર્ધા પર પ્રતિકૂળ અસર પડશે.મર્જરને કારણે કોઈ અસર થવાની સંભાવના છે ત્યારે CCI દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે.

ટાટાએ ઈન્ડિગોને ટક્કર આપવા ગયા વર્ષે નવેમ્બરમાં એર ઈન્ડિયા-વિસ્તારા મર્જરની જાહેરાત કરી હતી. ઈન્ડિગો એવિએશનમાં સૌથી વધુ 60% બજાર હિસ્સો ધરાવે છે. તે જ સમયે, એર ઈન્ડિયા અને વિસ્તારાનો બજાર હિસ્સો મળીને 18.4% છે.

ટાટાએ 60% કરતા વધુના બજાર હિસ્સા સાથે ભારતીય આકાશમાં પ્રભુત્વ ધરાવતા ઈન્ડિગોને ટક્કર આપવા માટે નવેમ્બરમાં એર ઈન્ડિયા-વિસ્તારા મર્જરની જાહેરાત કરી હતી. એવિએશન રેગ્યુલેટર DGCA દ્વારા મેના ટ્રાફિક ડેટા અનુસાર, એર ઈન્ડિયા અને વિસ્તારા મળીને 18.4% નો બજારહિસ્સો ધરાવે છે.

સરકારે 1932માં જેઆરડી ટાટા દ્વારા સ્થાપવામાં આવેલી અને 1953માં રાષ્ટ્રીયકરણ કરાયેલ એર ઈન્ડિયાને જાન્યુઆરી 2022માં ટાટા ફોલ્ડમાં પાછી આપી.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
g clip-path="url(#clip0_868_265)">