છેલ્લા કેટલાક સમયમાં ગૌતમ અદાણી નેટવર્થમાં મોટા ઘટાડાનો ફાયદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તેના ચેરમેન મુકેશ અંબાણીને પણ થયો છે. આ કારણે મુકેશ અંબાણી ફરી ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એટલું જ નહીં પરંતુ હવે તે એકમાત્ર ભારતીય છે જેમનુ નામ વિશ્વના 10 સૌથી અમીર લોકોમાં સામેલ છે. હુરુનના અમીરોની તાજેતરની યાદીમાં આ માહિતી સામે આવી છે. ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ટોચના ત્રન વ્યક્તિઓની યાદીમાંથી સરકી ટોપ 30 ની પણ બહાર સરકી ગયા હતા. જોકે એંધાણી ફરી કમબેક પણ કરી રહ્યા છે.
Rank | Billionaries | Wealth (US$BN) |
1 | Elon Musk | 205 |
2 | Jeff Bezos | 188 |
3 | Bernard Arnault | — |
4 | Bill Gates | 124 |
5 | Warren Buffett | 119 |
6 | Sergey Brin | 116 |
7 | Larry Page | 116 |
8 | Steve Ballmer | 107 |
9 | Mukesh Ambani | 103 |
10 | Bertrand Puech & Family | 102 |
રિસર્ચ પ્લેટફોર્મ હુરુને રિયલ એસ્ટેટ કંપની M3M સાથે જોડાણ કરીને અમીરોની યાદી બહાર પાડી છે. 2023 M3M હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર મુકેશ અંબાણી માત્ર ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ નથી પરંતુ તે વિશ્વના 10 સૌથી ધનિક લોકોની યાદીમાં એકમાત્ર ભારતીય પણ છે.
હુરિનની યાદી અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 82 અબજ ડોલર છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ગયા વર્ષે હુરુનની યાદીમાં ભારતીય અમીરોમાં પ્રથમ ક્રમે હતા જ્યારે મુકેશ અંબાણી તેમના પછી બીજા ક્રમે હતા. ગયા વર્ષની યાદી અનુસાર ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 130 બિલિયન ડોલરની નજીક હતી. જોકે, હવે તેમની નેટવર્થ ઘટીને 53 બિલિયન ડોલર થઈ ગઈ છે. નેટવર્થમાં અડધાથી વધુ ઘટાડા પછી પણ ગૌતમ અદાણી હજુ પણ બીજા સૌથી ધનિક ભારતીય છે.
હુરુનની અમીરોની યાદી અનુસાર સાયરસ પૂનાવાલા ભારતના ત્રીજા સૌથી મોટા ધનકુબેર છે. તેમની કુલ સંપત્તિ 28 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. કોવિડ મહામારી દરમિયાન સાયરસ પૂનાવાલાને ઘણો ફાયદો થયો છે. તેમની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ રોગચાળા દરમિયાન કોવિડ રસીઓનું સામૂહિક ઉત્પાદન કરે છે. તેમની કંપનીએ ભારતમાં રસીઓ સપ્લાય કરી છે, આ સાથે જ તેમની વેક્સીનનો માલ વિશ્વના ઘણા દેશોમાં પહોંચ્યો છે.
સાયરસ પૂનાવાલા ગયા વર્ષની હુરુનની યાદીમાં ત્રીજા સૌથી અમીર ભારતીય પણ હતા. તાજેતરની યાદીમાં શિવ નાદર અને તેમના પરિવારને ચોથા સ્થાને રાખવામાં આવ્યા છે. હુરુનના જણાવ્યા મુજબ, નાદર પરિવારની વર્તમાન નેટવર્થ 27 બિલિયન ડોલર છે. ગયા વર્ષે પણ નાદર પરિવાર ચોથા સ્થાને હતા. સ્ટીલ કિંગ તરીકે પ્રખ્યાત લક્ષ્મી મિત્તલ 20 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ભારતીય ઉમરાવોમાં પાંચમા સ્થાને છે. ગયા વર્ષે રાધાકિશન દામાણી પાંચમા ક્રમે હતા.