Gautam Adani Networth : ગૌતમ અદાણી 2 થી 23 નંબર પર સરક્યા, દર અઠવાડિયે ગુમાવી 3000 કરોડની સંપતિ

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં ખૂબ જ ઝડપથી ઘટાડો થયો છે. જો કે છેલ્લા એક વર્ષથી તેમાં સતત ઘટાડો જોવા મળી શકે છે. ગૌતમ અદાણીએ એક વર્ષમાં સરેરાશ દર અઠવાડિયે 3,000 કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી છે.

Gautam Adani Networth : ગૌતમ અદાણી 2 થી 23 નંબર પર સરક્યા, દર અઠવાડિયે ગુમાવી 3000 કરોડની સંપતિ
Gautam Adani Networth
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 4:23 PM

Hurun Global Rich List-2023:એક સમયે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં બીજા નંબરે પહોંચેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે 23માં નંબરે છે. તે અમે નહીં પરંતુ બુધવારે રિલીઝ થયેલ ‘M3M હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2023’ આ કહી રહ્યું છે. આ રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં દર સપ્તાહે સરેરાશ 3,000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં કહેવામાં આવ્યું છે કે 60 વર્ષીય ગૌતમ અદાણીની સંપત્તિ હવે ઘટીને $53 બિલિયન (રૂ. 4.3 લાખ કરોડ) થઈ ગઈ છે. એટલું જ નહીં, 28 અબજ ડોલર (લગભગ રૂ. 2.3 લાખ કરોડ)ના નુકસાન સાથે તેણે ભારતના સૌથી અમીર વ્યક્તિનું બિરુદ પણ ગુમાવ્યું છે.

અદાણીની સંપત્તિમાં 35 ટકાનો ઘટાડો થયો છે

રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણી અને પરિવારની પ્રોપર્ટીમાં 35 ટકાનો ઘટાડો થયો છે. જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ તે દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ નથી રહ્યા. આ સાથે જ એશિયાના સૌથી અમીર વ્યક્તિનો ખિતાબ પણ તેના હાથમાંથી સરકી અને ઝોંગ શાનશાન પાસે પહોંચી ગયો. ગૌતમ અદાણીની સંપત્તિ તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી 60 ટકા નીચે આવી છે.

ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો

મુકેશ અંબાણી હવે સૌથી અમીર ભારતીય છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં તેમની સંપત્તિ લગભગ $82 બિલિયન (લગભગ રૂ. 6.7 લાખ કરોડ) હોવાનો અંદાજ છે. જો કે છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં પણ 20 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે જ તેઓ વિશ્વના 9મા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

શ્રીમંત લોકો પહેલા કરતા વધુ ગરીબ બન્યા

M3M Hurun Global Rich List-2023 માં ‘D-Mart’ના માલિક રાધાકિશન દામાણી અને તેમના પરિવારની સંપત્તિમાં 30 ટકાનો ઘટાડો થયો છે. હવે તેની કુલ સંપત્તિ 16 અબજ ડોલર છે અને તે ટોપ-100 અમીરોની યાદીમાંથી બહાર છે.

બીજી તરફ કોટક મહિન્દ્રા બેંકના સીઈઓ ઉદય કોટકની સંપત્તિ 13 ટકા ઘટીને 14 અબજ ડોલર થઈ ગઈ છે. તેઓ વિશ્વના 135મા સૌથી અમીર વ્યક્તિ છે. જોકે, વેક્સીન કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના વડા સાયરસ પૂનાવાલાની સંપત્તિમાં 4 ટકાનો વધારો થયો છે. હવે તે 27 અબજ ડોલર છે.હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં અમેરિકા અને ચીન પછી સૌથી વધુ 187 અબજોપતિ ભારતના છે.

g clip-path="url(#clip0_868_265)">