હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ RBI ના નિયંત્રણ હેઠળ રહેશે, 5 વર્ષથી વધુ સમય માટે ડિપોઝિટ લેવા પર લાગશે પ્રતિબંધ

બેન્કિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સામાન્ય લોકો પાસેથી ડિપોઝિટ લેતી હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. PNB હાઉસિંગ ફાઇનાન્સ અને LIC હાઉસિંગ ફાઇનાન્સ જેવી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ જે ડિપોઝિટ લે છે તેનેRBI હવે  NBFCની જેમ નિયંત્રણ હેઠળ લાવવા વિચારી રહી છે.

હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ RBI ના નિયંત્રણ હેઠળ રહેશે, 5 વર્ષથી વધુ સમય માટે ડિપોઝિટ લેવા પર લાગશે પ્રતિબંધ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2024 | 7:49 AM

બેન્કિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સામાન્ય લોકો પાસેથી ડિપોઝિટ લેતી હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. PNB હાઉસિંગ ફાઇનાન્સ અને LIC હાઉસિંગ ફાઇનાન્સ જેવી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ જે ડિપોઝિટ લે છે તેનેRBI હવે  NBFCની જેમ નિયંત્રણ હેઠળ લાવવા વિચારી રહી છે.

નિયમનકારી માળખાની સમીક્ષા કરાઈ

RBI એ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ માટેના નિયમનકારી માળખાની સમીક્ષા અંગેનો ડ્રાફ્ટ પરિપત્ર બહાર પાડ્યો છે અને હાલમાં NBFCs માટે જે નિયમન લાગુ છે તે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને પણ લાગુ પડશે. RBIએ NBFCs તેમજ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને હિતધારકોને 29 ફેબ્રુઆરી 2024 સુધીમાં તેમના સૂચનો આપવા જણાવ્યું છે.

RBIએ જણાવ્યું હતું કે, થાપણો સ્વીકારવા અંગે નિયમનકારી ચિંતાઓ છે અને તે NBFCની તમામ શ્રેણીઓને લાગુ પડે છે. આવી સ્થિતિમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને તે જ નિયમનકારી નિયમો લાગુ પડશે જે ડિપોઝિટ સ્વીકારતી NBFCs પર લાગુ થાય છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

આ પણ વાંચો : આ 5 વ્યવહારો પર આવકવેરા વિભાગ રાખે છે ચાંપતી નજર…નિયમનો ભંગ કરશો તો મળશે નોટિસ

હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને NBFCs ના નિયમનકારી નિયમો લાગુ પડશે

આરબીઆઈએ તેના ડ્રાફ્ટ રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં કહ્યું છે કે ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ ક્રેડિટ રેટિંગ વિનાની હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓને જાહેર ડિપોઝિટ લેવાની કે હાલની ડિપોઝિટ રિન્યૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આરબીઆઈએ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ માટે પબ્લિક ડિપોઝિટની મર્યાદા ત્રણ ગણાને બદલે તેમના કુલ ફંડના દોઢ ગણા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આરબીઆઈએ કહ્યું કે ડ્રાફ્ટ પેપર લાગુ થયા પછી પણ, આ નિયમો 15 જાન્યુઆરી, 2024 થી પરિપત્ર જારી થયા પછી અમલમાં આવશે. દેશમાં નવ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ છે જેને જાહેર થાપણો લેવાની છૂટ છે.

હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પાંચ વર્ષથી વધુ સમયગાળા માટે થાપણો એકત્ર કરી શકશે નહીં. હાલમાં 10 વર્ષ સુધી ડિપોઝીટની છૂટ છે. હાલમાં, તે થાપણો જેની પાકતી મુદત 60 મહિનાથી વધુ છે તે વર્તમાન ચુકવણી સમયગાળા હેઠળ જ ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો : શેરબજાર ઓલ ટાઈમ હાઈ લેવલ પર, લોકસભા ચૂંટણી સુધીમાં સેન્સેક્સ 80,000 અને નિફ્ટી 25,000 પર જશે?

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">