ઓફલાઇન માર્કેટને ટક્કર આપવા વ્યૂહાત્મક વિસ્તરણ સાથે પશ્ચિમ ભારતમાં પ્રવેશવા માટે તૈયાર છે હાઈસેન્સ
કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સ ક્ષેત્ર જાણીતી વૈશ્વિક સંસ્થા, હાઈસેન્સે ભારતના પશ્ચિમ વિસ્તારમાં તેનો વેપાર વિસ્તૃત કરવા માટે વ્યૂહાત્મક પહેલની જાહેરાત કરી છે.
કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સ ક્ષેત્ર જાણીતી વૈશ્વિકન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સ ક્ષેત્ર જાણીતી વૈશ્વિક સંસ્થા, હાઈસેન્સે ભારતના પશ્ચિમ વિસ્તારમાં તેનો વેપાર વિસ્તૃત કરવા માટે વ્યૂહાત્મક પહેલની જાહેરાત કરી છે.
વેપાર વિસ્તૃત કરવા માટે વ્યૂહરચના
હાઈસેન્સે ભારતના પશ્ચિમ વિસ્તારમાં તેનો વેપાર વિસ્તૃત કરવા માટે વ્યૂહાત્મક પહેલની જાહેરાત કરી છે. કંપની પોતાના રિટેલ નેટવર્કના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને અને ટેલિવિઝન અને એર કંડિશનર્સ જેવા વિવિધ પ્રીમિયમ ઉત્પાદનો લોન્ચ કરીને, હાઈસેન્સ આ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં તેની સ્થિતિ મજબૂત કરવા માટે તૈયાર છે.
સ્પર્ધા માટે તૈયાર
આ વૃદ્ધિની યોજનાના ભાગરૂપે, હાઈસેન્સ અદ્યતન ટેક્નોલોજીવાળા ઉત્પાદનોને સ્પર્ધાત્મક ભાવે ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવા માટે મુખ્ય રિટેલ અને ડિસ્ટ્રિબ્યુટોર પાર્ટનર્સ સાથે સક્રિયપણે કામ કરી રહ્યું છે. આ ભાગીદારી અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ દ્વારા, હાઈસેન્સનો ઉદ્દેશ્ય પશ્ચિમ ભારતમાં વૃદ્ધિની નોંધપાત્ર ક્ષમતાનો ઉપયોગ કરવાનો અને ગ્રાહકોની પ્રથમ પસંદગી તરીકે પોતાને સ્થાપિત કરવાનો છે.
હાઈસેન્સનો હેતુ બજારનો નોંધપાત્ર હિસ્સો સુરક્ષિત કરવાનો
નવીનતા,હાઈસેન્સનો હેતુ બજારનો નોંધપાત્ર હિસ્સો સુરક્ષિત કરવાનો ગુણવત્તા અને મૂલ્ય પ્રત્યે પ્રતિબદ્ધ, હાઈસેન્સ ભારતીય બજારમાં પોતાની એક અલગ જગ્યા બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ગ્રાહકોના સંતોષ અને બજારની પહોંચ પર ભાર મૂકતા વ્યાપક અભિગમ સાથે, હાઈસેન્સનો હેતુ બજારનો નોંધપાત્ર હિસ્સો સુરક્ષિત કરવાનો અને પશ્ચિમી પ્રદેશની મુખ્ય કંપની બનવાનો છે.
હાઈસેન્સ ઈન્ડિયાના સીઈઓ,પંકજ રાણાએ જણાવ્યા પોતાના વિચાર
હાઈસેન્સ ઈન્ડિયાના સીઈઓ,પંકજ રાણાએ વિસ્તરણ અંગે જણાવ્યું હતું કે, “ભારત અમારા માટે એક મુખ્ય બજાર છે, અને અમારી ચેનલના વિસ્તરણની યોજનાઓ બજારનો નોંધપાત્ર હિસ્સો મેળવવા માટે બનાવવામાં આવી છે. અમે 1,000 થી વધુ ઉત્પાદનો બનાવી રહ્યા છીએ અને અમારા ગ્રાહકોને અમારા પ્રીમિયમ ઉત્પાદનો, અદ્યતન સુવિધાઓ અને લાભોનો અનુભવ થાય એ માટે પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે અગ્રણી ડિસ્ટ્રિબ્યુટોર્સ અને રિટેલર્સ સાથે ભાગીદારી કરી રહ્યા છીએ.”
લક્ષિત ગ્રાહકો પહોંચવા માટે સ્પોર્ટ્સ પાર્ટનરશીપનો લાભ લીધો
હાઈસેન્સનું બ્રાન્ડ વિસ્તરણ વૈશ્વિક બજારમાં શ્રેષ્ઠતા અને નવીનતા પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા દ્વારા પ્રેરિત છે. OMDIA ના વૈશ્વિક ટીવી રિપોર્ટ અનુસાર, કંપનીએ ઉદ્યોગમાં અગ્રણી ખેલાડી તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવી છે, જ્યાં તે ટીવી શિપમેન્ટમાં વૈશ્વિક સ્તરે બીજું અને 2023 માં 100-ઇંચ ટીવી શિપમેન્ટ માટે પ્રથમ સ્થાન ધરાવે છે. આ સફળતા વિશ્વભરના ગ્રાહકોમાં હાઈસેન્સ ઉત્પાદનોના વધતા વિશ્વાસ અને લોકપ્રિયતાને રેખાંકિત કરે છે.બ્રાન્ડ-બિલ્ડીંગ માટે, હાઈસેન્સએ તેના લક્ષિત ગ્રાહકો પહોંચવા માટે સ્પોર્ટ્સ પાર્ટનરશીપનો લાભ લીધો છે.
સ્પોર્ટ્સ સમુદાયમાં તેની હાજરીને વધુ વધારશે
કંપનીએ UEFA EURO ચૅમ્પિયનશિપ્સ અને FIFA વર્લ્ડ કપ 2022 જેવા સ્પોર્ટ્સ ઇવેન્ટને પ્રાયોજિત કરી છે. આ સફળતાના આધારે, હાઈસેન્સએ તાજેતરમાં UEFA EURO 2024™ સાથે તેના ઓફિશ્યિલ પાર્ટનર તરીકે તેમની ભાગીદારીની જાહેરાત કરી છે, જે સ્પોર્ટ્સ સમુદાયમાં તેની હાજરીને વધુ વધારશે.
પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ઈવેન્ટ્સના પ્રયોજક બનશે
પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ઈવેન્ટ્સના પ્રયોજક બનીને અને સતત નવીન અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો પ્રદાન કરીને, હાઈસેન્સ વૈશ્વિક બજારમાં સતત વૃદ્ધિ અને સફળતા તરફ આગળ વધી રહ્યું છે. કંપની દ્વારા તેની બ્રાન્ડની હાજરીને વિસ્તૃત કરવાથી અને ઉદ્યોગમાં નવી સફળતાઓ હાંસલ કરવાથી ઉત્કૃષ્ટતા અને ગ્રાહક સંતોષ માટે કંપનીનું સમર્પણ અડગ રહે છે.