HDFC Bank એ IPO ને આપી મંજૂરી, સહયોગી કંપની શેરબજારમાં થશે લિસ્ટ

|

Jul 21, 2024 | 1:53 PM

HDB Financial services ને HDFC બેંક દ્વારા IPO મંજૂરી આપવામાં આવી છે. બેંકની પેટાકંપનીનો આઈપીઓ ટૂંક સમયમાં આવી શકે છે. તેમાં HDFC બેંકની ભાગીદારી લગભગ 95 ટકા છે.

HDFC Bank એ IPO ને આપી મંજૂરી, સહયોગી કંપની શેરબજારમાં થશે લિસ્ટ
IPO

Follow us on

IPO દ્વારા શેરબજારમાં રોકાણ કરનારા લોકો માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકે HDB ફાયનાન્સિયલ સર્વિસને મંજૂરી આપી છે. મેનેજમેન્ટે HDB ફાઇનાન્શિયલ IPOની બહાર હિસ્સો વેચવાની શક્યતા અંગે પણ ચર્ચા કરી છે. તમને જણાવી દઈએ કે, આ બેઠક 20 જુલાઈના રોજ થઈ હતી.

HDFC બેંકે શેરબજારોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે બોર્ડે HDB ફાઇનાન્શિયલ IPOની પ્રક્રિયા આજે (20 જુલાઈ) શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ IPOની પ્રક્રિયા સપ્ટેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવાની છે. મેનેજમેન્ટે કહ્યું છે કે IPO ઉપરાંત હિસ્સો વેચવાની શક્યતાઓ પણ તપાસવામાં આવશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

બેંક કેટલો હિસ્સો ધરાવે છે?

હાલમાં,HDFC ફાઇનાન્શિયલમાં એચડીએફસી બેંકનો કુલ હિસ્સો 94.60 ટકા છે. HDB ફાઇનાન્શિયલ એ નોન-બેંક ધિરાણકર્તા છે. HBD મધ્યમ, નાના અને સૂક્ષ્મ વ્યવસાયોને અલગ લોન આપે છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

નાણાકીય સ્થિતિ કેવી છે?

નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન HDB ફાઇનાન્શિયલની કુલ આવક 14,171 કરોડ રૂપિયા રહી છે. જ્યારે એક વર્ષ પહેલા તે 12,402 કરોડ રૂપિયા હતી. ગત નાણાકીય વર્ષ દરમિયાન HDB ફાઇનાન્શિયલ સર્વિસિસનો નફો 2460 કરોડ રૂપિયા હતો. જ્યારે ગત નાણાકીય વર્ષ દરમિયાન 1959 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

HDFC બેંકનું પ્રદર્શન કેવું છે?

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં HDFC બેન્કનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 33.17 ટકા વધીને રૂ. 16,474.85 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં બેન્કનો ચોખ્ખો નફો રૂ. 12,370 કરોડ હતો. ચોખ્ખો નફો 6.51 ટકા ઘટ્યો છે. જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 17,622.38 કરોડ હતો.

Next Article