દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલ અને PM મોદી વચ્ચે મુલાકાત, ગુજરાતના વિવિધ મુદ્દા અને વિકાસને લઈને ચર્ચા, જુઓ Video
દિલ્હી ખાતે CM ભૂપેન્દ્ર પટેલની PM નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રાજ્યના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા થઈ હતી. CM ભૂપેન્દ્ર પટેલ PM નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદ સાંજ સુધીમાં ગુજરાત પરત ફરશે.
લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) દિલ્હીનું તેડું આવ્યું હતું. CMની અચાનક દિલ્હી મુલાકાતે અનેક તર્ક વિતર્ક સર્જ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હી ખાતે PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
દિલ્હી ખાતે CM ભૂપેન્દ્ર પટેલની PM નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રાજ્યના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા થઈ હતી. આ બેઠક દરમિયાન આગામી લોકસભાની ચૂંટણીને લઈ પ્રજાલક્ષી કામો અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, CM ભૂપેન્દ્ર પટેલ PM નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદ સાંજ સુધીમાં ગુજરાત પરત ફરશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos