AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ST બસમાં મુસાફરી કરનારાઓને ટિકિટ માટે નહીં રહે છુટ્ઠાની મગજમારી, વાહન વ્યવહાર વિભાગે મહત્વનો નિર્ણય લીધો

ગુજરાતના કરોડો મુસાફરો માટે મોટી ખબર છે. ગુજરાત વાહન વ્યવહાર વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ગુજરાત એસટીમાં નાગરિકો UPIથી ટિકિટનું પેમેન્ટ કરી શકશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી UPI સેવાની શરૂઆત કરાવી છે.

Breaking News : ST બસમાં મુસાફરી કરનારાઓને ટિકિટ માટે નહીં રહે છુટ્ઠાની મગજમારી, વાહન વ્યવહાર વિભાગે મહત્વનો નિર્ણય લીધો
Ronak Varma
| Edited By: | Updated on: Oct 25, 2023 | 11:21 AM
Share

Gandhinagar : ગુજરાતના કરોડો મુસાફરો માટે મોટી ખબર છે. ગુજરાત વાહન વ્યવહાર વિભાગે (Gujarat Transport Department) મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ગુજરાત એસટીમાં નાગરિકો UPIથી ટિકિટનું પેમેન્ટ કરી શકશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ગાંધીનગરથી UPI સેવાની શરૂઆત કરાવી છે.

આ પણ વાંચો-Bharuch Viral Video : “પોલીસ મને ક્યારેય ઓળખી નહીં શકે” રીલ્સ બનાવી Bikerએ Dhoom સ્ટાઈલમાં પડકાર ફેંક્યો

એસટી વિભાગને નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા

ગુજરાતની એસટી બસમાં મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી એસટી બસમાં ટિકિટ લેવામાં છુટ્ટા રુપિયાની મગજમારી નહીં થાય. ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી નિગમની બસોમાં હવે UPIની સુવિધા મળશે. ગુજરાત એસટી વિભાગને નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા છે. ત્યારે હવે મુસાફરો સીધું ઓનલાઈન UPIના માધ્યમથી પેમેન્ટ થઈ શકશે.

હર્ષ સંઘવીએ ગાંધીનગરથી એસટી બસમાં UPI પેમેન્ટની સુવિધા શરુ કરાવી

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી એસટી બસમાં UPI પેમેન્ટની સુવિધા શરુ કરાવી છે. આ પ્રસંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતુ કે છેલ્લા એક વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં નવી બસો એસટી વિભાગમાં સામેલ થઈ છે.ય ગુજરાતના મધ્યએમ વર્ગના લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો સાથે જ જણાવ્યુ કે આવનારા એક વર્ષમાં બીજી નવી 2 હજાર બસો લાવવામાં આવશે.

ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર કનેક્ટિવિટી વધારાશે

હર્ષ સંઘવીએ જણાવ્યુ કે ગુજરાતના નાગરિકોની સેવામાં એસટી નિગમ સફળતા મળશે. એસટી નિગમની બસોમાં હવે UPIની સુવિધા મળશે.જે માટે નવા 2 હજાર UPI મશીન એસટી વિભાગને આપવામાં આવ્યા છે. હવે ટિકિટ લેવા માટે ઓનલાઈન UPIના માધ્યમથી પેમેન્ટ થઈ શકશે. તો સાથે જ તેમણે જણાવ્યુ કે રાજ્યના ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારવામાં આવશે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">