Cryptocurrency પર સરકાર પ્રતિબંધ મૂકશે ! સંસદમાં બિલ લાવીને બનાવવામાં આવશે કાયદો

સરકાર આ શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 (Cryptocurrency and Regulation of Official Digital Currency Bill 2021) રજૂ કરી શકે છે.

Cryptocurrency પર સરકાર પ્રતિબંધ મૂકશે ! સંસદમાં બિલ લાવીને બનાવવામાં આવશે કાયદો
Cryptocurrency
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 10:18 PM

ક્રિપ્ટોકરન્સી રેગ્યુલેશન અંગે, સરકાર આ શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 (Cryptocurrency and Regulation of Official Digital Currency Bill 2021) રજૂ કરી શકે છે. અહેવાલ મુજબ આ શિયાળુ સત્રમાં સરકાર 26 બિલ રજૂ કરશે. ડિજિટલ કરન્સી બિલ 2021ની મદદથી, ભારતીય રિઝર્વ બેંકને તેની સત્તાવાર ડિજિટલ કરન્સી (RBI Digital Currency) જાહેર કરવા માટે અનુકૂળ માળખું મળશે.

આ સિવાય આ બિલ ભારતમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) પર પણ પ્રતિબંધ લગાવશે. જો કે, આ બિલ આ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાના હેતુથી કેટલાક અપવાદોને પણ મંજૂરી આપશે. તમને જણાવી દઈએ કે ક્રિપ્ટોકરન્સીને લઈને સંસદીય પેનલની મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. તે મીટિંગમાં સહમતિ બની હતી કે ભારત માટે ક્રિપ્ટોકરન્સીનું નિયમન કરવાનો અને તેની દિશા નક્કી કરવાનો સમય આવી ગયો છે.

સરકાર કરવેરાના કાયદામાં ફેરફાર કરી શકે છે તાજેતરમાં, મહેસૂલ સચિવ તરુણ બજાજે કહ્યું હતું કે સરકાર ક્રિપ્ટોકરન્સીને ટેક્સ હેઠળ લાવવા માટે આવકવેરા કાયદામાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. તેમાના કેટલાક ફેરફારો આવતા વર્ષના બજેટનો ભાગ હોઈ શકે છે. બજાજે કહ્યું, અમે નિર્ણય લઈશું. હું સમજું છું કે લોકો તેના પર પહેલેથી જ ટેક્સ ચૂકવી રહ્યા છે. હવે જ્યારે તે ખરેખર ઘણું વધી ગયું છે, તો અમે જોઈશું કે કાયદાની સ્થિતિમાં આપણે થોડો ફેરફાર લાવી શકીએ કે કેમ.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ટ્રેડિંગથી થતી આવક પર પણ ટેક્સ લાગી શકે છે જ્યારે પૂછવામાં આવ્યું કે શું ક્રિપ્ટો ટ્રેડિંગ માટે સ્ત્રોત પર ટેક્સ કલેક્શનની જોગવાઈ દાખલ કરી શકાય છે, સેક્રેટરીએ કહ્યું, જો અમે નવો કાયદો લાવીશું, તો જોઈશું કે શું કરી શકાય છે. તેમણે કહ્યું, જો તમે પૈસા કમાશો તો તમારે ટેક્સ ચૂકવવો પડશે. અમારી પાસે પહેલેથી જ કેટલાક ટેક્સ છે, કેટલાકે તેને સંપત્તિ તરીકે ગણી છે અને તેના પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવ્યો છે.

ક્રિપ્ટોકરન્સી પર પીએમ મોદીની નજર હાલમાં, ક્રિપ્ટોકરન્સી પર કોઈ નિયમન કે પ્રતિબંધ નથી. ગયા અઠવાડિયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ક્રિપ્ટોકરન્સીની સંભાવનાઓ પર વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. તે પહેલા, જયંત સિન્હાની અધ્યક્ષતામાં સંસદની સ્થાયી સમિતિના ક્રિપ્ટો પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મીટિંગમાં ક્રિપ્ટો પર પ્રતિબંધ ન મૂકવા પર સહમતિ બની હતી.

આ પણ વાંચો : બેન્કોને જાણી જોઈને દેવુ નહીં ચુકવવાનારા લોકો પાસેથી એક એક પૈસો વસુલવામાં આવશે, પાછા લાવવામાં આવશે પુરા પૈસા: નાણામંત્રી નિર્મલા સીતારમણ

આ પણ વાંચો : NPS માં કેટલા રૂપિયાનું રોકાણ કરવાથી મળશે 1 લાખ રૂપિયા કરતા વધારે માસિક પેન્શન, જાણો અહીં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">