AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Googleએ છટણી બાદ કર્મચારીઓને આપ્યો વધુ એક ઝટકો, આ વર્ષે ઓછા લોકોના થશે પ્રમોશન

રિપોર્ટ મુજબ આ ઈમેઈલમાં કહેવામાં આવ્યું છે કે પ્રક્રિયા મેનેજરની આગેવાનીમાં થશે અને તે મોટા સ્તર પર ગયા વર્ષને સમાન હશે. જો કે હાયરિંગની ધીમી ગતિ સાથે અમે L6 અને તેથી ઉપરના લોકોને ઓછા પ્રમોશનની યોજના બનાવી રહ્યા છીએ,

Googleએ છટણી બાદ કર્મચારીઓને આપ્યો વધુ એક ઝટકો, આ વર્ષે ઓછા લોકોના થશે પ્રમોશન
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 5:55 PM
Share

ગુગલે કર્મચારીઓને ચેતવણી આપી છે કે આ વર્ષે અન્ય વર્ષોના મુકાબલે સીનિયર લેવલ પર ઓછા પ્રમોશન કરવામાં આવશે. આ પહેલા જાન્યુઆરીમાં ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઈન્કે લગભગ 12000 કર્મચારીઓની છટણી કરી હતી. CNBCના એક રિપોર્ટ મુજબ કંપનીએ પોતાના કર્મચારીઓને 27 ફેબ્રુઆરીએ આ સંબંધિત એક ઈમેઈલ મોકલ્યો હતો.

રિપોર્ટ મુજબ આ ઈમેઈલમાં કહેવામાં આવ્યું છે કે પ્રક્રિયા મેનેજરની આગેવાનીમાં થશે અને તે મોટા સ્તર પર ગયા વર્ષને સમાન હશે. જો કે હાયરિંગની ધીમી ગતિ સાથે અમે L6 અને તેથી ઉપરના લોકોને ઓછા પ્રમોશનની યોજના બનાવી રહ્યા છીએ, જે Google જ્યારે ઝડપથી વિકાસ કરી રહ્યું હતું, તે સમય કરતાં ઓછું હશે.

ગુગલની અંદર એલ 6 કર્મચારીઓનું પ્રથમ સ્તર હોય છે. આ કર્મચારીઓને સીનિયર માનવામાં આવે છે અને તેમની પાસે 10 વર્ષ અને તેનાથી વધુનો અનુભવ હોય છે.

આ પણ વાંચો: Holi 2023 : મુકેશ અંબાણી પરિવારની ‘ફૂલોંની હોળી’, દેશનો સૌથી ધનિક પરિવાર આ રીતે ઉજવે છે હોળી

કેમ આ વર્ષે ઓછુ પ્રમોશન થશે?

દિગ્ગજ ટેક કંપની મુજબ આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે, જેનાથી લીડરશિપની ભૂમિકાવાળા પદો પર કર્મચારીઓની સંખ્યામાં વધારો કંપનીના વિકાસના પ્રમાણમાં યોગ્ય હોવો જોઈએ. ઈમેઈલમાં કર્મચારીઓને કહેવામાં આવ્યું કે જો તમારા મેનેજર માને છે કે તમે પ્રમોશન માટે તૈયાર છો તો તે તમને નોમિનેટ કરશે. તે સિવાય ઈમેઈલમાં કહેવામાં આવ્યું છે કે જે કર્મચારી પોતાના નામને પ્રમોશન માટે આગળ રાખવા ઈચ્છે છે, તે 6 માર્ચથી 8 માર્ચ સુધી પ્રોસેસ કરી શકે છે.

આ સિવાય કંપનીના ચીન ડિવિઝને તાજેત્તારમાં જ કર્મચારીઓની છટણી કરવાની શરૂઆત કરી દીધી છે. રિપોર્ટસ મુજબ ગુગલની ચીન ઓફિસમાં છટણીનો વર્તમાન રાઉન્ડ પગાર રીસેટ કરવાનો છે. આ ઉપરાંત, એકંદર કાર્યક્ષમતામાં સુધારો કરવાનો અને ઓપરેટિંગ ખર્ચ ઘટાડવાનો પ્રયત્ન છે. ગુગલ ચાઈના ઓફિસમાં છટણીના આ રાઉન્ડની સૌથી વધુ અસર ઉચ્ચ પગાર ધરાવતા સિનિયર કર્મચારીઓ પર પડશે. રિપોર્ટ અનુસાર, કેટલાક સ્ટાફ મેમ્બર્સને ગયા મહિનાનો પગાર, સ્ટોક અને વાર્ષિક રજા ડિસ્કાઉન્ટ, CNY 30,000 (રૂ. 3.5 લાખ) રોકડ અને તબીબી વીમો મળશે, જો તેઓ 10 માર્ચ પહેલા નોકરી છોડશે.

g clip-path="url(#clip0_868_265)">