AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Doodle: આ મહાન પળને લઈ નાસા અને ગુગલે બનાવ્યું આ ખાસ ડુડલ, જાણો શું છે ખાસ

ગૂગલે આજે એક ખાસ ડૂડલ બનાવ્યું છે. અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસા સાથે મળીને તેના બનાવવામાં આવ્યું છે. આ એનીમેટેડ ડૂડલ શીતકાળ સંક્રાંતિનો પર્વ મનાવી રહ્યો છે. એમાં સુઝાવ આપવામાં આવી રહ્યો છે કે આજે તમે તમારી આંખો આકાશમાં રાખજો કે જેથી શનિ અને ગુરૂની મહાન યુતિને જોઈ શકાય. આ વર્ષે ઘણાં સંયોજન એવા છે કે […]

Google Doodle: આ મહાન પળને લઈ નાસા અને ગુગલે બનાવ્યું આ ખાસ ડુડલ, જાણો શું છે ખાસ
| Updated on: Dec 21, 2020 | 3:41 PM
Share

ગૂગલે આજે એક ખાસ ડૂડલ બનાવ્યું છે. અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસા સાથે મળીને તેના બનાવવામાં આવ્યું છે. આ એનીમેટેડ ડૂડલ શીતકાળ સંક્રાંતિનો પર્વ મનાવી રહ્યો છે. એમાં સુઝાવ આપવામાં આવી રહ્યો છે કે આજે તમે તમારી આંખો આકાશમાં રાખજો કે જેથી શનિ અને ગુરૂની મહાન યુતિને જોઈ શકાય.

આ વર્ષે ઘણાં સંયોજન એવા છે કે જે અકલ્પનિય રહેશે. 2020નાં વર્ષની સૌથી લાંબી રાત, ટૂંકી રાત બાદ શનિ અને ગુરૂની યુતિ પણ દેખાશે કે જે નભમંડળનાં સૌથી મોટા ગ્રહ છે.

આજે રાતે શનિ અને ગુરૂ એકબીજાથી એક ડિગ્રીનાં અંતર પર રહેશે. આ મહાન યુતિ લગભગ 20 વર્ષે એકવાર થતી હોય છે. પાછલી વાર જ્યારે આ યુતિ થઈ હતી ત્યારે નરી આંખોથી દેખાઈ હતી અને આ વર્ષે પણ આ શક્ય બનશે.

ગુગલ ડૂડલમાં આ યુતિને કાર્ટૂનની રીતે બતાવવામાં આવી છે કે જેમાં શનિ અને ગુરૂ એકબીજા સાથે તાળી આપતા જોવા મળશે. બતાવી દઈએકે ખગોળની ઘટનામાં રસ ધરાવનારાઓ માટે આજનો દિવસ ખુબજ રસપ્રદ રહેનારો છે. 400 વર્ષ પછી ઘટનારી આ ઘટનાને જોવાનો મોકો મળશે કે જેમાં શનિ અને ગુરૂ આટલા નજીક આવશે. પાછલી વખતે 1623માં ખગોળ વિદ્ ગેલિલિયોનાં સમયમાં આ ઘટના ઘટી હતી.

g clip-path="url(#clip0_868_265)">