AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માર્કેટ એક્સપર્ટ નહીં… હવે ગૂગલની આ એપ જણાવશે કયો શેર કેમ વધે છે કે ઘટે છે, જાણો કેવી રીતે કરવો ‘ઉપયોગ’

શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે ગૂગલ (Google) એક શાનદાર ભેટ લઈને આવ્યું છે. ગૂગલે એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક ખાસ નવી એપ લોન્ચ કરી છે. ટૂંકમાં, હવે માર્કેટના કોઈ મોટા નિષ્ણાતની જરૂર નહીં પડે, કારણ કે આ એપમાં રહેલ ગૂગલનું એડવાન્સ AI ફીચર તમને સરળ ભાષામાં સમજાવશે કે, કયો શેર કેમ વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે.

માર્કેટ એક્સપર્ટ નહીં... હવે ગૂગલની આ એપ જણાવશે કયો શેર કેમ વધે છે કે ઘટે છે, જાણો કેવી રીતે કરવો 'ઉપયોગ'
| Updated on: Jun 27, 2026 | 7:41 PM
Share

ગૂગલે ‘એન્ડ્રોઇડ યુઝર્સ’ માટે નવી ‘ગૂગલ ફાઇનાન્સ’ (Google Finance) એપ લોન્ચ કરી છે. આ એપમાં રિયલ-ટાઇમ શેરબજારની માહિતી, વોચલિસ્ટ, પોર્ટફોલિયો ટ્રેકિંગ અને AIની મદદથી એ જાણવાની સુવિધા મળશે કે, કોઈ શેરની કિંમત આખરે કેમ વધી રહી છે કે ઘટી રહી છે.

કંપની ટૂંક સમયમાં જ આમાં વધુ ફીચર્સ પણ ઉમેરશે. સરળ શબ્દોમાં કહીએ તો, હવે માર્કેટ એક્સપર્ટની જગ્યાએ ગૂગલ ફાઇનાન્સ એપ જણાવશે કે, શેરમાં હલચલ કેમ થઈ રહી છે.

AI જણાવશે શેરની ચાલનું કારણ

ગૂગલે એપમાં ‘Key Moments’ નામનું નવું AI ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર સરળ ભાષામાં જણાવશે કે, કોઈ શેરના ભાવમાં તેજી કે ઘટાડો કયા કારણોસર આવ્યો છે. આ સાથે જ યુઝર્સને રિયલ-ટાઇમ માર્કેટ ડેટા, ફાઇનાન્સિયલ ન્યૂઝ અને રિસર્ચ ટુલ્સ પણ મળશે.

એક જ જગ્યાએ મળશે પૂરા રોકાણનો હિસાબ

નવી એપમાં રોકાણકારો પોતાના તમામ શેર અને રોકાણને એક જ જગ્યાએ જોઈ શકશે. યુઝર્સ PDF, CSV, સ્ક્રીનશોટ અથવા સામાન્ય ભાષામાં પોતાના રોકાણની માહિતી ઉમેરી શકે છે. ત્યારબાદ AI પોર્ટફોલિયોનું વિશ્લેષણ કરીને જણાવશે કે, રોકાણમાં કેટલી વિવિધતા (ડાયવર્સિફિકેશન) છે, કયા સેક્ટરમાં વધુ પૈસા રોકાયેલા છે અને લાંબાગાળે તેની સંભાવનાઓ શું છે.

ટૂંક સમયમાં આવશે વધુ ‘નવા ફીચર્સ’

ગૂગલે જણાવ્યું કે, એપમાં ટૂંક સમયમાં જ પોર્ટફોલિયો મેનેજમેન્ટના નવા ટુલ્સ, ટાસ્ક ઓટોમેશન અને લાઈવ અર્નિંગ્સ કોલ જેવી સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે. કંપની આ વર્ષના અંત સુધીમાં આનું આઈફોન (iOS) વર્ઝન પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

100 વર્ષ પૂરા થતાં જ બજાજની આ કંપનીએ ખોલી દીધી ‘તિજોરી’, શેરધારકોને મળશે પ્રતિ શેર ₹130 નું ‘બમ્પર ડિવિડન્ડ’

Follow Us
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">