જો તમે SBI કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે ફાયદાના સમાચાર, બેંકે લોન્ચ કર્યું વધારે કેશબેક ઓફર આપતું ક્રેડિટ કાર્ડ
તમામ ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી પર આ કાર્ડ દ્વારા કરવાથી 5 ટકા સુધીનું કેશબેક મળે છે. કેશબેક દ્વારા મળેલી રકમ ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં જમા થાય છે. આ સિવાય કાર્ડ પેટ્રોલ-ડિઝલની ખરીદી પર પણ ડિસ્કાઉન્ટ આપે છે.

આજના ડિઝિટલ યુગમાં નાની મોટી દરેક ખરીદી માટે રૂપિયાની ચૂકવણી રોકડના બદલે ઓનલાઈન મોડ દ્વારા કરવામાં આવે છે. જો તમે પણ ઓનલાઈન કે ઓફલાઈન શોપિંગ કરતી વખતે રોકડનો ઓછો ઉપયોગ કરો છો અને ડેબિટ કે ક્રેડિટ કાર્ડની મદદથી કેશબેકનો વધારે લાભ લો છો, તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIનું આ નવું કાર્ડ તમારા માટે ફાયદાકારક બની શકે છે.
કેશબેક દ્વારા મળેલી રકમ બેંક ખાતામાં જમા થાય છે
બેંક દ્વારા SBI કેશબેક કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે. આ કાર્ડના નામ પરથી જ ખબર પડે છે કે તેની વિશેષતા શું છે. ચાલો જાણીએ કે આ કાર્ડમાં કઈ કઈ ઓફર્સ મળે છે. તમામ ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી પર આ કાર્ડ દ્વારા કરવાથી 5 ટકા સુધીનું કેશબેક મળે છે. કેશબેક દ્વારા મળેલી રકમ ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં જમા થાય છે. આ સિવાય કાર્ડ પેટ્રોલ-ડિઝલની ખરીદી પર પણ ડિસ્કાઉન્ટ આપે છે.
જાણો કોને મળશે SBI કાર્ડનો લાભ
જો તમારે આ કાર્ડ લેવું હોય તો ઉંમર 21 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ. એટલે કે ક્રેડિટ હિસ્ટ્રી સારી હોવી જોઈએ. જો કાર્ડની ફીની વાત કરીએ તો તમારે તેના માટે દર વર્ષે 999 રૂપિયા અને સાથે જ GST આપવાનો રહેશે. જો તમે 2 લાખ રૂપિયાથી વધારે ખર્ચ કરો છો તો તમારે વાર્ષિક ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.
જો તમે આ કાર્ડ દ્વારા ઓફલાઇન ખરીદી કરો છો, તો તમને 1 ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે. તમને જણાવી દઈએ કે આ માટે તમારે ઓછામાં ઓછા 500 રૂપિયાની ખરીદી કરવી પડશે.
આ પણ વાંચો : શેરબજારમાં 15 ડિસેમ્બર બાદ આવી શકે છે મોટો ઘટાડો, આ કારણે જોવા મળી શકે છે વેચવાલી
ઓનલાઇન સાઇટ્સ પર મળશે ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ, એમેઝોન અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા શોપિંગ કરતા લોકો માટે કેશબેક લેવા માટે એક સારો વિકલ્પ છે. Flipkart, Myntra અને Amazon તેમની સાથે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ તરીકે 5 ટકા કેશબેક ઓફર કરે છે. SBI કેશબેક કાર્ડમાં કેશબેકના લાભ માટે ઘણા અન્ય રિટેલર્સનો પણ સમાવેશ કર્યો છે.
