જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો સારા સમાચાર, ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર મળશે બમ્પર કેશબેક

|

Feb 25, 2024 | 3:40 PM

ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર વધારે કેશબેક મેળવવા માટે, તમે યોગ્ય ક્રેડિટ કાર્ડની પસંદગી કરો. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે કયું ક્રેડિટ પસંદ કરવું. તેનો જવાબ એ છે કે તમારે તમારા ખર્ચ મૂજબ ક્રેડિટ કાર્ડ પસંદ કરવું જોઈએ. ઘણા ક્રેડિટ કાર્ડ ગ્રોસરી, ફૂડ, ટ્રાવેલ, પેટ્રોલ રિફિલ વગેરે પર વધારે કેશબેક આપે છે.

જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો સારા સમાચાર, ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર મળશે બમ્પર કેશબેક
Credit Card Offers

Follow us on

હાલ દેશમાં ક્રેડિટ કાર્ડ યુઝર્સની સંખ્યામાં ઘણો વધારો થયો છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચની સાથે સાથે કમાણી પણ કરી શકો છો. તમે દરેક ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલા પેમેન્ટ પર કેશબેક મેળવી શકો છો. ચાલો જાણીએ કે, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર વધારેમાં વધારે કેશબેક કેવી રીતે મેળવી શકાય છે.

યોગ્ય ક્રેડિટ કાર્ડની પસંદગી કરવી મહત્વપૂર્ણ

ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર વધારે કેશબેક મેળવવા માટે, તમે યોગ્ય ક્રેડિટ કાર્ડની પસંદગી કરો. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે કયું ક્રેડિટ પસંદ કરવું. તેનો જવાબ એ છે કે તમારે તમારા ખર્ચ મૂજબ ક્રેડિટ કાર્ડ પસંદ કરવું જોઈએ. ઘણા ક્રેડિટ કાર્ડ ગ્રોસરી, ફૂડ, ટ્રાવેલ, પેટ્રોલ રિફિલ વગેરે પર વધારે કેશબેક આપે છે. તમારે વધારે કયો ખર્ચ થાય છે તે પ્રમાણે કાર્ડ પસંદ કરી શકો છો જે તે કેટેગરીમાં સૌથી વધારે કેશબેક આપે છે.

બેંક દ્વારા ઘણા ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે, ગ્રોસરી, ખાદ્યપદાર્થો અને યુટિલિટી બિલ ભરવા પર કેશબેક આપે છે. કેશબેક દ્વારા વધારે કમાણી કરવા માટે તમારે એ કાર્ડ પસંદ કરવું જોઈએ જે તમારી સૌથી વધારે ખર્ચ કરવાની કેટેગરીને અનુરૂપ હોય.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ઓનલાઈન શોપિંગ અને બિલ પેમેન્ટ પર કેશબેક

ક્રેડિટ કાર્ડ્સ ઘણીવાર ઓનલાઈન રિટેલર્સ અથવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરે છે. આ રીતે જે તે વેબસાઈટ્સ પર પેમેન્ટ કરવા માટે વધારે કેશબેક ઓફર કરે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલ, ફોન બિલ અને વીમા પ્રીમિયમ જેવા ખર્ચની ચૂકવણી પર ઓછું કેશબેક આપવામાં આવે છે. કેટલાક કાર્ડ ખાસ કરીને આવા બિલની ચૂકવણી માટે વધારે કેશબેક ઓફર કરે છે. તમારે ફક્ત તે જ કાર્ડ પસંદ કરવું જોઈએ જે તમને ખર્ચ પર વધારે કેશબેક ઓફર કરે છે.

કેશબેકમાં વધારો થઈ શકે

કેટલીક બેંકના ક્રેડિટ કાર્ડ રોટેશનલ રીતે દરેક ક્વાર્ટરમાં કેશબેક રેટ સાથેની કેટેગરી ઓફર કરે છે. જેમાં ગ્રોસરી, ફૂડ, ટ્રાવેલ, પેટ્રોલ રિફિલ વગેરે પર વધારે કેશબેક આપે છે. આ પ્રોગ્રામમાં ભાગ લેવાથી અને આ કેટેગરીમાં ખરીદી કરવાથી કેશબેકમાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચો : રોકાણકારો માટે ખુશખબર, આ 10 કંપની શેરહોલ્ડર્સને આપશે ડિવિડન્ડ, આ અઠવાડિયે છે રેકોર્ડ ડેટ

ક્રેડિટ કાર્ડ કંપનીઓ વિશેષ ડીલ્સ પર વધારાનું કેશબેક ઓફર કરે છે. વિશેષ ઓફર્સ અથવા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવે ત્યારે તમને ઈલેક્ટ્રોનિક્સ અથવા મોટા ઉપકરણો જેવી મોટી ખરીદી પર વધારે કેશબેક મળે છે. તેથી જ્યારે પણ આ પ્રકારની ઓફર અવેલેબલ થાય ત્યારે તેની ખરીદી કરવાથી વધારે બચત પણ થાય છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article