AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sovereign Gold Bond : સરકારની આ યોજનામાં રોકાણકારોના નાણાં બમણા થઈ ગયા, જાણો સ્કીમ વિશે વિગતવાર

Sovereign Gold Bond : સોવરિન ગોલ્ડ બોન્ડને કોઈપણ સરકારી બેંક અથવા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પોસ્ટ ઓફિસમાંથી સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. આ ઉપરાંત, તમે તેને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેવા માન્ય સ્ટોક એક્સચેન્જોમાંથી ખરીદી શકાય છે.

Sovereign Gold Bond : સરકારની આ યોજનામાં રોકાણકારોના નાણાં બમણા થઈ ગયા, જાણો સ્કીમ વિશે વિગતવાર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 4:19 PM
Share

Sovereign Gold Bond : જો તમે તમારી મહેનતની કમાણીનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે જરૂર સારું વળતર આપમર માધ્યમની શોધમાં હશો. આ બાબતે એક વિકલ્પ તરીકે તમે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકો છો. સોવરિન ગોલ્ડ બોન્ડે છેલ્લાં 8 વર્ષમાં રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. સરકારે છેલ્લા આઠ વર્ષમાં સોવરિન ગોલ્ડ બોન્ડની 66 સિરીઝ જાહેર કરી  છે. નવેમ્બર 2015 થી આમાં રોકાણે વાર્ષિક 13.7 ટકા વળતર આપ્યું છે. નાણાકીય રોકાણ અંગે સલાહ આપતા નિષ્ણાતો કહે છે કે છેલ્લા આઠ વર્ષમાં વૈશ્વિક અર્થતંત્રમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે જેના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે.

દેશના ઘણા શ્રીમંત લોકો તેમના નાણાં સોવરીનમાં રોકાણ કરવાનું પસંદ કરે છે કારણ કે આઠ વર્ષની પરિપક્વતા બાદ કેપિટલ ગેઈન ટેક્સ ફ્રી થઈ જાય છે.  સરકાર બોન્ડની કિંમત પર 2.50 ટકા વ્યાજ પણ ચૂકવે છે. સોવરિન ગોલ્ડ બોન્ડના 63 ઈસ્યુમાં રોકાણકારોને 4.68 ટકાથી 51.89 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે. આ વળતર રોકાણના સમય પર આધારિત છે જ્યારે તેની સાથે 2.50 ટકા વ્યાજ જોડાયેલું નથી.

આ રીતે રોકાણકારો માલામાલ થયા

સોવરીન ગોલ્ડ બોન્ડે રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. જે લોકોએ આ બોન્ડમાં વહેલાં નાણાંનું રોકાણ કર્યું હતું તેમને વધુ નફો મળ્યો હતો. આ બોન્ડમાં 1 ગ્રામથી 4 કિલો સોનાનું રોકાણ કરી શકાય છે. જો કોઈ રોકાણકારે નવેમ્બર 2015માં આવેલા સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કર્યું હશે તો તેણે તે સમયે ઈશ્યૂમાં એક ગ્રામ સોના માટે રૂ. 2684નું રોકાણ કર્યું હશે. હાલમાં તેની કિંમત વધીને રૂ.6017 થઈ ગઈ છે. જો કોઈ વ્યક્તિ આ નવેમ્બરમાં તે જ કિંમતે તેમાંથી પાછી ખેંચે છે તો તેને 125 ટકા વળતર મળશે.

સોવરિન ગોલ્ડ બોન્ડ ક્યાંથી ખરીદવું?

સોવરિન ગોલ્ડ બોન્ડને કોઈપણ સરકારી બેંક અથવા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પોસ્ટ ઓફિસમાંથી સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. આ ઉપરાંત, તમે તેને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેવા માન્ય સ્ટોક એક્સચેન્જોમાંથી ખરીદી શકાય છે.

ડિસ્ક્લેમર : સોનામાં રોકાણ બજારના જોખમોને આધીન છે. સોનાના ભાવમાં માંગ સહિતના પરિબળોના આધારે વધ-ઘટ થાય છે. નફાના અંદાજ સાથે કરેલું રોકાણ ખોટનો સામનો પણ કરાવી શકે છે. રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલનો સંબંધ રહેશે નહીં. કૃપા કરી રોકાણ કરતા પહેલા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી. 

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">