GOLD : RBIના નવા પોર્ટલ ઉપરથી પણ શુદ્ધ સોનુ સસ્તી કિંમતે ખરીદી શકાશે, જાણો કઈ રીતે
ત્યાર સુધી સોવરિન ગોલ્ડ બોન્ડ્સ માત્ર કોમર્શિયલ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), પોસ્ટ ઓફિસો, માન્ય સ્ટોક એક્સચેન્જો, NSE અને BSE માન્ય સ્ટોક એક્સચેન્જો દ્વારા વેચવામાં આવતા હતા.
સરકાર લોકોને સસ્તા દરે સોનું ખરીદવાની તક આપી રહી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 ( Sovereign Gold Bond Scheme 2021-22 SGB)નું આજે સમાપ્ત થશે. સોવરિન ગોલ્ડ બોન્ડની ખરીદી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના તાજેતરમાં લોન્ચ કરાયેલા પોર્ટલ દ્વારા કરી શકાય છે. આરબીઆઈઅનુસાર સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22નું વેચાણ નવા પોર્ટલ https://rbiretaildirect.org પર ઉપલબ્ધ છે.
અત્યાર સુધી સોવરિન ગોલ્ડ બોન્ડ્સ માત્ર કોમર્શિયલ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), પોસ્ટ ઓફિસો, માન્ય સ્ટોક એક્સચેન્જો, NSE અને BSE માન્ય સ્ટોક એક્સચેન્જો દ્વારા વેચવામાં આવતા હતા. પરંતુ આરબીઆઈ પોર્ટલ પણ સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદનારાઓ માટે એક નવો વિકલ્પ બની ગયો છે.
પીએમ નરેન્દ્ર મોદીએ પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું હતું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર મહિને આ નવા પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પોર્ટલની મુલાકાત લઈને તમે સીધા ટ્રેઝરી બિલ્સ, સિક્યોરિટીઝ, સોવરિન ગોલ્ડ બોન્ડ્સ અને સ્ટેટ ડેવલપમેન્ટ લોન (SDL) ખરીદી શકો છો.
RDG ખાતું રિઝર્વ બેંકમાં ખોલવામાં આવશે RBIની નવી સ્કીમ હેઠળ રિટેલ રોકાણકારોને RDG એકાઉન્ટ ઓનલાઈન ખોલવાની સુવિધા મળશે. આ ખાતાઓને રોકાણકારોના બચત ખાતા સાથે લિંક કરી શકાય છે. રિટેલ ડાયરેક્ટ ગિલ્ટ (RDG) એકાઉન્ટનો ઉપયોગ સરકારી સિક્યોરિટીઝ ઇશ્યુ કરવાની પ્રક્રિયાના ભાગ રૂપે અને સેકન્ડરી માર્કેટ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે થઈ શકે છે.
સબસ્ક્રિપ્શન સમયગાળા દરમિયાન બોન્ડની ઇશ્યૂ કિંમત 4,786 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. આ કિંમત RBI દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન અનુસાર છે. સરકારે આરબીઆઈ સાથે પરામર્શ કરીને, ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરનારા રોકાણકારોને ઈશ્યુ પ્રાઈસમાં પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપી છે. આવા રોકાણકારો માટે, ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત પ્રતિ ગ્રામ સોના માટે 4,736 રૂપિયા રહેશે.
આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ નવેમ્બર 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ ભૌતિક સોનાની માગ ઘટાડવાનો અને સોનાની ખરીદી માટે ઉપયોગમાં લેવાતી ઘરગથ્થુ બચતના હિસ્સાને નાણાકીય બચતમાં જોડવાનો હતો.
આ પણ વાંચો : Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે
આ પણ વાંચો : Gold : સોનામાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? શુદ્ધ સોનામાં સસ્તી કિંમતે રોકાણ માટે આ અહેવાલ મદદરૂપ બનશે