AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold : સોનામાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? શુદ્ધ સોનામાં સસ્તી કિંમતે રોકાણ માટે આ અહેવાલ મદદરૂપ બનશે

રિઝર્વ બેંકના મતે SGBમાં કેપિટલ લોસ થઈ શકે છે. ગોલ્ડ બોન્ડમાં સોનાની માત્રા સલામત છે પણ તેની કિંમત નહીં.

Gold : સોનામાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? શુદ્ધ સોનામાં સસ્તી કિંમતે રોકાણ માટે આ અહેવાલ મદદરૂપ બનશે
Investment in Gold
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 9:20 AM
Share

સસ્તું સોનું (Gold)મેળવવાની વધુ એક તક મળી રહી છે. ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22(Gold Bond Scheme 2021-22) નો આગામી હપ્તો સોમવારથી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો છે. રિઝર્વ બેંક (RBI) એ આજે ​​બોન્ડના નવા હપ્તા માટે ઈસ્યુ પ્રાઈસ (Gold bond issue price) જાહેર કરી છે. જાણો ગોલ્ડ બોન્ડ સંબંધિત તમામ મહત્વની બાબતો

જાણો સસ્તા સોનાની કિંમત

રિઝર્વ બેંકે માહિતી આપી છે કે ગોલ્ડ બોન્ડ સોમવારથી 5 દિવસ માટે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લું રહેશે એટલે કે રોકાણકારો 10 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી બોન્ડમાં સબ્સ્ક્રાઇબ કરી શકશે. બોન્ડની ઇશ્યૂ કિંમત રૂ.4786 પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. તે જ સમયે તમામ અરજદારો કે જેઓ બોન્ડ માટે ઓનલાઈન અરજી કરશે અને ઓનલાઈન પેમેન્ટ કરશે તેમને રૂ. 50નું ડિસ્કાઉન્ટ પ્રતિ ગ્રામ મળશે. રિઝર્વ બેંકે માહિતી આપી હતી કે આવા અરજદારો માટે ગોલ્ડ બોન્ડની ઈશ્યુ કિંમત રૂ. 4736 પ્રતિ ગ્રામ રહેશે. અગાઉ 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર વચ્ચેના ઓપન ઈશ્યુમાં અરજદારોએ રૂ.4791 પ્રતિ ગ્રામ.ના દરે અરજી કરી હતી.

ગોલ્ડ બોન્ડની વિશેષતાઓ શું છે?

ગોલ્ડ બોન્ડ તમને સોનું ખરીદ્યા વિના સોનામાં રોકાણ કરવાનો ફાયદો આપે છે, તમારે તેમાં સોનું પાસે રાખવાની જરૂર નથી. તે જ સમયે તે સરકારી સિક્યોરિટીઝની તર્જ પર વ્યાજ લાભો પણ આપે છે એટલે કે તમને ગોલ્ડ બોન્ડમાંથી બે પ્રકારના લાભ મળે છે. જો કે, તેનો લોક-ઇન પિરિયડ હોય છે એટલે કે તમારે ગોલ્ડ બોન્ડમાં તમારું રોકાણ ચોક્કસ સમયગાળા માટે રાખવું પડશે. રિઝર્વ બેંક અનુસાર ગોલ્ડ બોન્ડ એ સરકારી સિક્યોરિટી છે, જેની કિંમત સોનાની કિંમત પર આધારિત છે. રોકાણકાર સોનાના મૂલ્યની સમકક્ષ રોકડનું રોકાણ કરે છે, પાકતી મુદતે તેને રોકડમાં રકમ મળે છે. ભારત સરકાર વતી રિઝર્વ બેંક દ્વારા બોન્ડ જારી કરવામાં આવે છે. રોકાણકારો ઓછામાં ઓછા 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિગ્રા માટે સબ્સ્ક્રાઇબ કરી શકે છે. જ્યારે ટ્રસ્ટો વગેરે 20 કિગ્રા સુધી સબ્સ્ક્રાઇબ કરી શકે છે.

ગોલ્ડ બોન્ડમાં પણ જોખમ છે

રિઝર્વ બેંકના મતે SGBમાં કેપિટલ લોસ થઈ શકે છે. ગોલ્ડ બોન્ડમાં સોનાની માત્રા સલામત છે પણ તેની કિંમત નહીં. તે કિસ્સામાં તમને સોનાની રકમના આધારે મેચ્યોરિટી પર જ વળતર મળશે. જો કે, બોન્ડ્સ પર વ્યાજ પણ મળે છે તેથી જો ભાવ ઘટે છે તો બોન્ડમાં નુકસાન સમાન સમયગાળામાં ફિઝિકલ ગોલ્ડ કરતાં ઓછું હશે.

ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ ?

કમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.

આ પણ વાંચો : ભારત 2030 સુધીમાં જાપાનને પાછળ ધકેલી વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે, જાણો વિગતવાર

આ પણ વાંચો : Foreign Exchange Reserves : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 1.466 અબજ ડોલરનો ઘટાડો થયો, જાણો RBIની તિજોરીમાં કેટલું છે ધન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">