Gold Price Today : એકજ દિવસમાં સોનુ 850 રૂપિયા સસ્તું થયું, જાણો આજના 10 ગ્રામ સોનાના ભાવ

Gold price today in Ahmedabad : અમદાવાદમાં આજે 1 તોલા સોનાનો ભાવ 51038 રૂપિયા છે .

Gold Price Today : એકજ દિવસમાં સોનુ 850 રૂપિયા સસ્તું થયું, જાણો આજના 10 ગ્રામ સોનાના ભાવ
Sovereign Gold Bond
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 10:07 AM

છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવ(Gold Price Today)માં સતત વધઘટ જોવા મળી રહી છે. મંગળવારે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને તેના પગલે સોનાનો ભાવ 50,000ને પાર કરી ગયો હતો. બીજી તરફ આજે એક જ દિવસમાં સોનાનો ભાવ સીધો રૂ. 850 ઘટ્યો છે. જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ સારો અવસર માની શકાય તેમ છે.

આજનો કિંમતી ધાતુનો ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનું 0.07 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ ડિલિવરી માટે સોનું આજે ઘટીને રૂ. 49,323 પ્રતિ 10 ગ્રામ સુધી થયું હતું. આજના કારોબારમાં ચાંદી 0.15 ટકાના ઘટાડા સાથે 62,892 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD : 49364.00 -21.00 (-0.04%) –  09:53 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે

Ahmedavad 51038
Rajkot 51058
(Source : aaravbullion)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે

Chennai 51240
Mumbai 50630
Delhi 50630
Kolkata 50630
(Source : goodreturns)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર

Dubai 45775
USA 44919
Australia 44913
China 44915
(Source : goldpriceindia)

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો

તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો

તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

આ પણ વાંચો : Macleods Pharmaceuticals 5000 કરોડ રૂપિયાનો IPO લાવશે, 170 દેશોમાં કારોબાર ચલાવતી કંપનીની યોજનાઓ વિશે જાણો વિગતવાર

આ પણ વાંચો : Opening Bell: શેરબજારમાં પ્રારંભિક તેજી બાદ ઉતાર – ચઢાવની સ્થિતિ, Sensex 58310 ઉપર ખુલ્યો

g clip-path="url(#clip0_868_265)">