GOLD : રશિયા -યુક્રેન યુદ્ધના પગલે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સોનું 60 હજાર સુધી ઉછળે તેવા સંકેત

ઉલ્લેખનીય છે કે જો રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમય સુધી તણાવ ચાલુ રહેશે તો સોનાના ભાવમાં વધુ વધારો થશે. નિષ્ણાતોનું માનવું છે કે સોનું ટૂંક સમયમાં 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને સ્પર્શી શકે છે.

GOLD :  રશિયા -યુક્રેન યુદ્ધના પગલે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સોનું 60 હજાર સુધી ઉછળે તેવા સંકેત
સોનાની કિંમતમાં ઉછાળાથી આ કંપનીને ઘણો લાભ થયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 8:20 AM

જો તમે સોનું-ચાંદી ખરીદવા(Investment in Gold and Silver)નું વિચારી રહ્યા છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ(Russia Ukraine war)ની અસર ભારતીય બજારોમાં પણ જોવા મળી રહી છે. શેરબજાર(Share Market)માં એક તરફ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ સોના-ચાંદીના ભાવ(Gold and Silver Price)માં સતત વધારો થઈ રહ્યો છે. બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે સોનાના ભાવ ટૂંક સમયમાં 60,000ના સ્તરે પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે બુધવારે અમદાવાદમાં 1 તોલાનો ભાવ 53426 રૂપિયા રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સાથે 1,943 ડોલર પ્રતિ ઔંસની કિંમતે જોવા મળ્યું હતું જ્યારે ચાંદી 25.18 ડોલરપર યથાવત રહી હતી. પૂર્વ યુરોપમાં વધતા તણાવ વચ્ચે બુધવારે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 49 પૈસા ઘટીને 75.82 થયો હતો.

સોનું 60,000 સુધી પહોંચી શકે છે

ઉલ્લેખનીય છે કે જો રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમય સુધી તણાવ ચાલુ રહેશે તો સોનાના ભાવમાં વધુ વધારો થશે. નિષ્ણાતોનું માનવું છે કે સોનું ટૂંક સમયમાં 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને સ્પર્શી શકે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

સોનાના ભાવ કેમ વધી રહ્યા છે?

આ દિવસોમાં શેરબજારમાં સતત વેચાણ જોવા મળી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે રોકાણકારો શેરબજારમાંથી તેમના પૈસા પરત ખેંચી રહ્યા છે અને તેને સોનામાં રોકાણ કરી રહ્યા છે જેના કારણે સોનાની કિંમતો સતત વધી રહી છે અને બજારમાં વેચાણ ચાલુ રહે છે.

જાણો શું છે નિષ્ણાતનો અભિપ્રાય?

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે, “બુધવારે ન્યુયોર્ક સ્થિત કોમોડિટી એક્સચેન્જ કોમેક્સ પર સોનાનો હાજર ભાવ 1,943 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. ભાવમાં આજની હલચલ મજબૂત ડૉલર અને ઊંચા ભાવને કારણે જોવા મળી હતી.

4 માર્ચ સુધી સસ્તું સોનુ ખરીદવાની તક

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) દ્વારા રૂ 5,109 પ્રતિ ગ્રામની કિંમતે સોનુ વેચી રહી છે. ઓનલાઈન અરજી કરવાથી રૂ 50 નું વિશેષ ડિસ્કાઉન્ટ મળશે. સોવેરિન ગોલ્ડ બોન્ડ(Sovereign Gold Bond)સ્કીમાં ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે. આ રકમ વર્ષમાં બે વખત તમારા એકાઉન્ટમાં જમા થાય છે.

આ પણ વાંચો : PAN-આધાર લિંકથી લઈને ITR ફાઇલિંગ સુધી, માર્ચ મહિનામા આ 5 મહત્વપૂર્ણ કામો પતાવી દો, નહીં તો થઈ શકે છે નુકસાન

આ પણ વાંચો : ખુશ ખબર : હવે વાહનના ઇંધણ માટે ક્રૂડ ઉપર નિર્ભર નહીં રહેવું પડે, કચરામાંથી દરરોજના સેંકડો લીટર પેટ્રોલ -ડીઝલનું ઉત્પાદન શરૂ થયું

g clip-path="url(#clip0_868_265)">