Gold Price Today : શું યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સોનુ ફરી સર્વોચ્ચ સપાટી સ્પર્શશે? આજે અમદાવાદમાં 1 તોલાનો ભાવ 53426 રૂપિયા
ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત રૂ.56,200ની ઊંચી સપાટીએ પહોંચી હતી. આજે, MCX પર સોનાનો એપ્રિલ વાયદો રૂ. 51,845 પ્રતિ 10 ગ્રામ છે. આ જોતા સોનુ હજુ સર્વોચ્ચ સપાટીથી સસ્તું માનવામાં આવી રહ્યું છે.
સોના-ચાંદીના ભાવમાં અત્યારે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની કિંમત(Gold Price Today) 52 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. એપ્રિલ ડિલિવરી માટે સોનાના ભાવ આજે 0.6 ટકા વધ્યા હતા જ્યારે ચાંદીના ભાવ(Silver Price Today) 0.41 ટકા નીચામાં ટ્રેડ થયા હતા.
સોનું 52,000ની નજીક પહોંચી ગયું
એપ્રિલ ડિલિવરી માટે સોનું આજે 0.6 ટકા વધીને રૂ. 51,845 પ્રતિ 10 ગ્રામ થયું હતું. આજના કારોબારમાં ચાંદી સસ્તી થઈ ગઈ છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 0.41 ટકા ઘટીને રૂ.67,900 થયો હતો.
સરકાર સસ્તું સોનુ વેચી રહી છે
સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમ(Sovereign Gold Bond Scheme) 2021-22 માટે ઇશ્યૂ પ્રાઇસ રૂ. 5,109 પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. આ યોજના હેઠળ રોકાણ માટે 4 માર્ચ સુધી અરજી કરી શકાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જણાવ્યું છે કે ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ના 10મા હપ્તામાં સબસ્ક્રિપ્શન માટે સ્કીમ 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ખુલ્લી રહેશે. સેન્ટ્રલ બેંકે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોલ્ડ બોન્ડની મૂળ કિંમત પ્રતિ ગ્રામ રૂ. 5,109 હશે. ઓનલાઇન અરજી કરનારા રોકાણકારોને 50 રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લાભ માટે ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરવી પડશે. આરબીઆઈએ કહ્યું, ‘ઓનલાઈન પેમેન્ટ કરનારા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડનું નિર્ગમ મૂલ્ય 5,059 રૂપિયા પ્રતિ ગ્રામ રહેશે.
સર્વોચ્ચ સપાટીથી સોનું સસ્તું
ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત રૂ.56,200ની ઊંચી સપાટીએ પહોંચી હતી. આજે, MCX પર સોનાનો એપ્રિલ વાયદો રૂ. 51,845 પ્રતિ 10 ગ્રામ છે. આ જોતા સોનુ હજુ સર્વોચ્ચ સપાટીથી સસ્તું માનવામાં આવી રહ્યું છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર |
|
MCX GOLD : 51876.00 60.00 (0.12%) – 09:56 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 53426 |
Rajkot | 53447 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 53200 |
Mumbai | 52040 |
Delhi | 52040 |
Kolkata | 52040 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર | |
Dubai | 47379 |
USA | 46846 |
Australia | 46849 |
China | 46830 |
(Source : goldpriceindia) |
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. હાલના સમયમાં સતત થઇ રહેલ વધારાથી કિંમત ધ્યાનમાં રહેવી જરૂરી છે.
આ પણ વાંચો : LIC IPO ઉપર રશિયા-યુક્રેનના સંકટનો ઓછાયો પડયો, IPO લોન્ચિંગ ડેટ લંબાવાઈ શકે છે