Russia Ukraine War: ચાર દિવસ પહેલા યુક્રેનથી મુંબઈની વિદ્યાર્થીની પ્રચિતિનો વીડિયો આવ્યો હતો, પરંતુ તે હજુ સુધી નથી આવી

રશિયા અને યુક્રેન વચ્ચેના આ યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું પણ દુઃખદ મૃત્યુ થયું છે. આવી સ્થિતિમાં પ્રચિતિના માતા-પિતાની ચિંતા વધે સ્વાભાવિક છે.

Russia Ukraine War: ચાર દિવસ પહેલા યુક્રેનથી મુંબઈની વિદ્યાર્થીની પ્રચિતિનો વીડિયો આવ્યો હતો, પરંતુ તે હજુ સુધી નથી આવી
Prachiti Angane - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 11:43 PM

ચાર દીવસ પહેલા મુંબઈની એક વિદ્યાર્થીની પ્રચિતિ આંગણે દ્વારા મોકલવામાં આવેલો એક વીડિયો મેસેજ વાયરલ થયો હતો. તે યુક્રેનના (Russia Ukraine War) ખારકીવમાં અટવાઈ ગઈ હતી. તે હજુ પણ અટવાયેલી છે. તેણે કહ્યું કે તે બંકરમાં છે, તેની મદદ કરવામાં આવે. પરંતુ ત્યાં હજુ સુધી કોઈ મદદ પહોંચી નથી. તેના વતન પરત ફરવાને લઈને તેના માતા-પિતા ખૂબ જ ચિંતિત છે. તેમની દીકરી ક્યારે પરત ફરી શકશે, બસ આ જ ચિંતા દિવસ-રાત સતાવી રહી છે. રશિયા મિસાઈલ, બોમ્બ અને દારૂગોળા વડે ખારકીવ પર હુમલો કરી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેના આ યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું પણ દુઃખદ મૃત્યુ થયું છે. આવી સ્થિતિમાં પ્રચિતિના માતા-પિતાની ચિંતા વધે સ્વાભાવિક છે.

પ્રચિતિના પિતા પ્રશાંત આંગણેએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને પ્રચિતિ સહિત ત્યાં ફસાયેલા તમામ ભારતીય વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે પરત લાવવાની અપીલ કરી છે. પ્રચિતિ અને અન્ય વિદ્યાર્થીઓને બંકરમાં રાખવામાં આવ્યા છે.

પ્રચિતિની માતા પલ્લવી આંગણે કહે છે, ‘પ્રાચિતિએ ખુલીને પોતાની સમસ્યાઓ જણાવી નથી કારણ કે તેનાથી અમારી ચિંતાઓ વધી જશે. પરંતુ તેના અવાજ પરથી લાગતું હતું કે તેને યોગ્ય રીતે ભોજન મળી રહ્યુ નથી. તેની મુશ્કેલીઓ વધી રહી છે.’ પલ્લવીની માતાની સવાર-સાંજ પ્રાર્થનામાં પસાર થઈ રહી છે. ‘દીકરીને જલ્દી ઘરે લાવો ભગવાન’, તે હાથ જોડીને એ જ કહેતી રહે છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

પ્રચિતિએ વીડિયોમાં કહ્યું કે વાસ્તવિકતા ઘણી ડરામણી છે

ચાર દિવસ પહેલા શેર કરાયેલા તેના વીડિયોમાં પ્રાચિતિએ ભારત સરકારને ઝડપથી મદદ મોકલવાની અપીલ કરતા કહ્યું કે, અમને બંકરોમાં રાખવામાં આવ્યા છે. આ બંકરોમાં ભારતીય અને પાકિસ્તાની વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યા છે. અમારી સાથે ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓ છે. મહારાષ્ટ્રના અન્ય વિદ્યાર્થીઓ અન્ય બંકરમાં છે. અમને સાંજે 4 વાગ્યે અહીં લાવવામાં આવ્યા હતા. અમને ભોજન આપવામાં આવ્યું. અમે સુરક્ષિત છીએ, પરંતુ સ્થિતિ ભયજનક છે.

‘અમારી હાલત બહુ ખરાબ છે, અમારી હાલત સમજો સીએમ-પીએમ’

આગળ તેના વીડિયોમાં પ્રચિતિ કહે છે, ‘આજુબાજુથી સતત વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. ક્યાંય પણ આવવું જવું મુશ્કેલ બન્યું છે. અમને વોશરૂમમાં પણ એક એક કરીને જવા દેવામાં આવી રહ્યા છે. સ્થિતિ ધીમે ધીમે બગડી રહી છે. ભારતના વડાપ્રધાન અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને અમારી વિનંતી છે કે અમને શક્ય તેટલી વહેલી તકે અહીંથી બહાર કાઢો. અમારી સ્થિતિ સમજો. અમે ખૂબ જ ગભરાયેલા છીએ.

આ પણ વાંચો :  Maharashtra: ભાજપના નેતા કિરીટ સોમૈયાના પુત્ર નીલ સોમૈયાને રાહત નહીં, સેશન્સ કોર્ટે ધરપકડ પૂર્વેની જામીન અરજી ફગાવી

g clip-path="url(#clip0_868_265)">