AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં સોના-ચાંદીમાં રોકાણનો ઘટી રહ્યો છે ક્રેઝ, જાણો દેશમાં કમાણી માટે ક્યુ ક્ષેત્ર પસંદગીનો વિષય બની રહ્યું છે

National Statistical Office (NSO) અને SBI ની રિસર્ચના આંકડાઓથી ખબર પડે છે કે કોરોનાકાળ દરમ્યાન સોના અને ઘરેણાંના સ્વરૂપમાં ઘરેલુ બચત 2020-21માં ઘટીને 38,444 કરોડ રૂપિયા થઈ ગઈ છે

દેશમાં સોના-ચાંદીમાં રોકાણનો ઘટી રહ્યો છે ક્રેઝ, જાણો દેશમાં કમાણી માટે ક્યુ ક્ષેત્ર પસંદગીનો વિષય બની રહ્યું છે
Sovereign Gold Bond
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 7:32 AM
Share

નાણાકીય વર્ષ 2021 માં સોના (Gold)અને ઘરેણાંના રૂપમાં બચતમાં ઘટાડો જોવા મળે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની રિસર્ચ ટીમની એક રિપોર્ટ અનુસાર આ વ્યક્તિગત બચતના વ્યવહારમાં આવેલ બદલાવ સૂચવે છે.

National Statistical Office (NSO) અને SBI ની રિસર્ચના આંકડાઓથી ખબર પડે છે કે કોરોનાકાળ દરમ્યાન સોના અને ઘરેણાંના સ્વરૂપમાં ઘરેલુ બચત 2020-21માં ઘટીને 38,444 કરોડ રૂપિયા થઈ ગઈ છે જે 2019-20માં 43,136 કરોડ રૂપિયા હતી. આ રકમ વર્ષ 2018-19માં રૂપિયા 42,673 કરોડ થઈ હતીજયારે 2017-18માં 46,665 કરોડ રૂપિયા નોંધાઈ હતી.

  • 2017-18 – ₹46,665 કરોડ
  • 2018-19 – ₹42,673 કરોડ
  • 2019-20 – ₹43,136 કરોડ
  • 2020-21 – ₹38,444 કરોડ

દેવામાં વધારો થયો

31 જાન્યુઆરીના રોજ NSO ડેટા જાહેર થતાં રોગચાળા દરમિયાન ઘરેલુ દેવું વધવાની હકીકત પ્રકાશમાં આવી છે. જ્યારે કુલ ગ્રોસ ફાઇનાન્શિયલ સેવિંગ્સ(Total Gross Financial Savings)માં તેજી આવી હતી. જે નાણાકીય વર્ષ 2021 માં 7.1 લાખ કરોડ હતી અને કોઈપણ નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે. કુલ નાણાકીય જવાબદારીઓ (Total Financial Liabilities)માં ₹18,669 કરોડનો વધારો થયો છે.

કોવિડ રોગચાળા વચ્ચે બચતકારોના વર્તનમાં ફેરફારની અસર મોંઘવારી પર પડી રહી છે. PFCE ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે તેણે વ્યક્તિઓના વપરાશ પેટર્ન(Individuals’ Consumption Pattern)ને પણ નોંધપાત્ર રીતે અસર કરી છે.

શેરબજાર તરફનું ઝુકાવ

સોમવારે બહાર પાડવામાં આવેલ આર્થિક સર્વેક્ષણ 2022 એ હાઇલાઇટ થયું હતું કે ભારતના લોકો કેપિટલ માર્કેટ્સમાં વધુ પૈસા ખર્ચી રહ્યા છે. ઇક્વિટી કેશ સેગમેન્ટમાં રિટેલ રોકાણકારોમાં વધારો થયો છે અને એપ્રિલ-ઓક્ટોબર 2021ના સમયગાળામાં NSE પર કુલ બિઝનેસમાં વ્યક્તિગત રોકાણકારોનો હિસ્સો 39% થી વધીને 45% થયો છે.

સર્વે જણાવે છે કે 2020-21 અને 2021-22માં વ્યક્તિગત રોકાણકારોના હિસ્સામાં આ વધારો ફેબ્રુઆરી 2020 પછી જોવા મળેલા નવા રોકાણકારોની નોંધણીમાં થયેલા વધારા સાથે આંશિક રીતે જોડી શકાય છે. બીજી બાજુ પ્રારંભિક જાહેર ઓફર દ્વારા એકત્ર કરાયેલી રકમ છેલ્લા દાયકામાં અન્ય કોઈપણ વર્ષ કરતાં એકત્ર કરાયેલી રકમ કરતાં વધુ છે.

આ પણ વાંચો : Gold Price Today : શું ફરી સોનું 50 હજારની સપાટીને સ્પર્સશે?જાણો આજના સોનાના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : Stock Update : ટોચની 10 કંપનીઓ પૈકી 8 ના શેરમાં ઘટાડો, જાણો ક્યાં શેરમાં કેટલું થયું નુકસાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">