Gold Hallmarking : સોનાના ખરીદ-વેચાણ માટેના નવા નિયમો 1 જૂનથી લાગુ, શુદ્ધતાની મળશે ખાતરી

(Gold Hallmarking)ના નિયમ ફક્ત જ્વેલર્સ માટે છે. તે ગ્રાહકો પર લાગુ પડશે નહીં. જ્વેલર્સ હવે હોલમાર્ક (Hallmark)વિનાના જૂનાં ઘરેણાં વેચી શકશે નહીં. પરંતુ ગ્રાહક હોલમાર્ક વિનાની જ્વેલરી જ્વેલર્સને વેચી શકશે.

Gold Hallmarking : સોનાના ખરીદ-વેચાણ માટેના નવા નિયમો 1 જૂનથી લાગુ, શુદ્ધતાની મળશે ખાતરી
Gold Hallmarking: New rules for buying and selling
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 9:34 AM

સોનુ (Gold) નબળા સમયમાં કામ આવનારી ધાતુ મનાય છે. આજે પણ ભારતીય પરિવાર (Indian Family) માને છે કે સોનુ એવી વસ્તુ છે જે વિકટ સમયમાં કામ આવે છે. એ જ કારણ છે કે નોટબંધી હોય કે લોકડાઉન (Loakdown)લોકો મુસીબત માટે સોનાને પ્રાધાન્ય આપે છે. સામાન્ય રીતે તમે કિંમતી વસ્તુની લે વેચ માટે સોની ઉપર જ ભરોસો કરો છો. પરંતુ તમારો ભરોસો ઘણી વાર તોડી નાખવામાં આવે છે. 22 કેરેટ કહીને ઓછા કેરેટના આભૂષણ આપી દેવામાં આવે છે. પરંતુ હવે આમ નહીં થાય. સોનાના આભૂષણો તેમજ કળાકૃતિઓ માટે અનિવાર્ય હોલમાર્કિંગ (Gold Hallmarking) નો બીજોતબક્કો 1 જૂનથી શરૂ થશે.

ગ્રાહક બાબતો અંગેના મંત્રાલયે જણાવ્યું હતું કે ફરજિયાત હોલમાર્કિંગના બીજા તબક્કામાં સોનાના આભૂષણોના ત્રણ વધારાના કેરેટ 20, 23 અને 24 કેરેટ ઉપરાંત 32 નવા જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે. જયાં પ્રથમ ચરણના અમલીકરણ બાદ પરખ અને હોલમાર્ક કેન્દ્ર એટલે કે એએચસી (AHC) સ્થાપવામાં આવ્યા છે.

પ્રથમ તબક્કામાં દેશના 256 જિલ્લામાં લાગુ પાડવામાં આવ્યો હતો નિયમ

વાસ્તવમાં, હોલમાર્કિંગનો નિયમ 16 જૂન 2021 સુધી સ્વૈચ્છિક હતો. જે બાદ સરકારે તબક્કાવાર સોનામાં ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ લાગુ પાડવાનો નિર્ણય લીધો હતો. આ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં દેશના 256 જિલ્લાઓને તેના દાયરામાં લાવવામાં આવ્યા હતા. જ્યાં દરરોજ 3 લાખથી વધુ સોનાના દાગીના હોલમાર્કની આગવી ઓળખ સાથે હોલમાર્ક કરવામાં આવી રહ્યા છે.

IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ

મંત્રાલયના જણાવ્યા અનુસાર, BIS ની જોગવાઈ હેઠળ, સામાન્ય ગ્રાહક પણ BIS દ્વારા માન્યતા પ્રાપ્ત AHC પર સોનાના દાગીનાની શુદ્ધતાની તપાસ કરાવી શકે છે.

ગ્રાહકો પર શું અસર થશે?

હવે ચાલો જાણીએ કે આ નિયમની ગ્રાહકો પર શું અસર થશે? ગોલ્ડ હોલમાર્કિંગના નિયમો માત્ર જ્વેલર્સ માટે છે. આ ગ્રાહકોને લાગુ પડતી નથી. જ્વેલર્સ હવે ગ્રાહકને હોલમાર્ક વિનાં સોનાનાં દાગીનાં વેચી શકશે નહીં, પરંતુ ગ્રાહક હજી પણ તેના જૂનાં દાગીનાને હોલમાર્ક વિના જ્વેલરને વેચી શકે છે કારણ કે તે પ્રકારના દાગીના જ્વેલર્સે જ ગ્રાહકોને વેચેલા હશે. એટલે કે, તેણે ઘરમાં રાખેલી હોલમાર્ક વિનાની જ્વેલરીને હોલમાર્ક કરાવવાનું ટેન્શન લેવાની જરૂર નથી.

AHC અગ્રતાના ધોરણે સામાન્ય ગ્રાહક પાસેથી સોનાના દાગીનાનું પરીક્ષણ કરશે અને ગ્રાહકને ટેસ્ટ રિપોર્ટ આપશે. ગ્રાહકને આપવામાં આવેલો ટેસ્ટ રિપોર્ટ ગ્રાહકને તેની જ્વેલરીની શુદ્ધતા વિશે ખાતરી આપશે અને જો ગ્રાહક તેની પાસે પડેલી જ્વેલરી વેચવા માંગતો હોય તો તેમાં પણ ઉપયોગી થશે. હવે સોનાના દાગીનાના ટેસ્ટિંગની ફી પણ જાણીએ.

કેટલો ચાર્જ થશે?

અહેવાલ પ્રમાણે 4 ઘરેણાં હોય તો સોનાની જ્વેલરીની ટેસ્ટિંગ ફી 200 રૂપિયા છે. 5 કે તેથી વધુ વસ્તુઓની ફી 45 રૂપિયા પ્રતિ આઇટમ નક્કી કરાવમાં આવી છે. અહેવાલમાં જણાવાયું છે કે ગ્રાહકો દ્વારા ખરીદેલ HUID (Hallmark Unique Identification )નંબરવાળી સોનાની જ્વેલરીની પ્રામાણિકતા અને શુદ્ધતા પણ BIS કેર એપમાં ‘વેરીફાઈ HUID’ નો ઉપયોગ કરીને ચકાસી શકાય છે. તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

g clip-path="url(#clip0_868_265)">