AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Adani નો આ શેર 3 મહિનામાં 98% વધ્યો, હિંડનબર્ગ રિપોર્ટની સૌથી વિપરીત અસર પડી હતી

અદાણી ગ્રીન(Adani Green Energy Ltd)ને મોટી સફળતા મળી છે. અદાણી વિન્ડ એનર્જી કચ્છ ફાઇવ લિમિટેડ આ કંપનીના યુનિટ ગુજરાતના કચ્છમાં 130 મેગાવોટનો વિન્ડ એનર્જી પ્લાન્ટ કાર્યરત કર્યો છે. અદાણી ગ્રીન એનર્જીએ જણાવ્યું હતું કે પાવર પ્લાન્ટ ચાલુ થવાથી તેની કુલ કાર્યરત પવન ઊર્જા ઉત્પાદન ક્ષમતા વધીને 1,101 મેગાવોટ થઈ ગઈ છે.

Gautam Adani નો આ શેર 3 મહિનામાં 98% વધ્યો, હિંડનબર્ગ રિપોર્ટની સૌથી વિપરીત અસર પડી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 8:07 AM
Share

ગૌતમ અદાણી(Gautam Adani)ના અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)ની બોર્ડ મીટિંગ ફરી એકવાર રદ કરવામાં આવી છે. ફંડ એકત્ર કરવાના હેતુસર કંપનીની બોર્ડ મીટિંગ અગાઉ 13 મેના રોજ યોજાવાની હતી પરંતુ તેને રદ કરવામાં આવી હતી. આ પછી 24 મેના રોજ નવી તારીખ નક્કી કરવામાં આવી હતી પરંતુ આ દિવસે પણ બેઠક થઈ શકી ન હતી. હવે બોર્ડ મીટિંગની નવી તારીખ શું હશે તેની જાહેરાત કરવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે હિંડનબર્ગ રિપોર્ટની આ શેર પર ખુબ વિપરીત અસર પડી હતી જે બાદ શેરે ખુબ સારી  રિકવરી કરી છે.

અદાણી ગ્રીનને મોટી સફળતા મળી છે. અદાણી વિન્ડ એનર્જી કચ્છ ફાઇવ લિમિટેડ આ કંપનીના યુનિટ ગુજરાતના કચ્છમાં 130 મેગાવોટનો વિન્ડ એનર્જી પ્લાન્ટ કાર્યરત કર્યો છે. અદાણી ગ્રીન એનર્જીએ જણાવ્યું હતું કે પાવર પ્લાન્ટ ચાલુ થવાથી તેની કુલ કાર્યરત પવન ઊર્જા ઉત્પાદન ક્ષમતા વધીને 1,101 મેગાવોટ થઈ ગઈ છે. તે જ સમયે નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન ક્ષમતા 8,216 મેગાવોટ પર પહોંચી ગઈ છે. પાવર પ્લાન્ટે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે 25 વર્ષ માટે 2.83 રૂપિયા પ્રતિ યુનિટ (kWh)ના દરે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) કર્યો છે.

ભારતીય શેરબજારમાં અદાણી ગ્રીનનો શેર શુક્રવારે સુસ્ત થઈ હતી અને લગભગ એક ટકા ઘટીને રૂ. 960 થઈ હતી. તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં અદાણી ગ્રુપ પર હિંડનબર્ગના આરોપોની અસર અદાણી ગ્રીનના શેર પર પણ પડી હતી. આ પછી શેરમાં ઘટાડો થયો અને તે 28 ફેબ્રુઆરી 2023ના રોજ 439 રૂપિયાના સ્તરે આવી ગયો.આ પછી શેરમાં રિકવરી જોવા મળી હતી અને ત્રણ મહિનામાં તે 98 ટકા સુધી વધી ગયો છે. જોકે, છ મહિના કે એક વર્ષના ગાળામાં સ્ટોકમાં 50 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

જ્યારથી ગૌતમ અદાણીના  અદાણી ગ્રુપને રાજીવ જૈનની ઈન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સનો સાથ મળ્યો છે ત્યારથી ગ્રુપ અને કંપનીઓમાં રોકાણ કરતા નાના રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે ફરી અદાણી ગ્રુપમાં રાજીવ જૈનના GQG પાર્ટનર્સે તેનું રોકાણ બમણું કરીને 10 ટકા હિસ્સો લીધો છે. આ ઉપરાંત રાજીવ જૈને અદાણી ગ્રૂપને લઈને તેમની સંપૂર્ણ 5-વર્ષીય યોજના બનાવી છે.

g clip-path="url(#clip0_868_265)">