Gautam Adaniના હાથમાં કોણ છે આ બાળકી જેને ઉચકીને કહ્યું.. આની સામે તો દુનિયાની બધી દૌલત ફીકી, જાણો અહીં
ગૌતમ અદાણી દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં તેમણે સંપત્તિ કરતા વધારે મૂલ્યવાન એક વ્યક્તિને કહ્યું છે. જેના માટે તેમણે લખ્યું કે આ આંખોની ચમકની સરખામણીમાં દુનિયાની તમામ સંપત્તિ ફીકી છે.

વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીની એક નિખાલસ ક્ષણ પ્રકાશમાં આવી છે. આજે, X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા, ગૌતમ અદાણીએ તેમની બિઝનેસ ઇમેજથી અલગ એક તસવીર રજૂ કરી છે, જેમાં તેઓ એક નાની માસૂમ છોકરીને સ્નેહ કરતા જોવા મળી રહ્યા છે. જોકે ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં લખ્યું છે કે આ આંખોની ચમક સામે દુનિયાની દરેક સંપત્તિ ફીકી છે. ત્યારે કોણ છે આ બાળકી ચાલો જાણીયે.
કોણ છે બાળકી?
ભારતના સૌથી મોટા બિઝનેસ સમૂહ અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ તેમની પૌત્રી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે આ ફોટામાં તેણે તેની પૌત્રી વિશે લખ્યું છે કે આ આંખોની ચમક સામે તો દુનિયાની દરેક દૌલત ફીકી છે.
इन आँखों की चमक के आगे दुनिया की सारी दौलत फीकी है। pic.twitter.com/yd4nyAjDkR
— Gautam Adani (@gautam_adani) April 2, 2024
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરમાં ગૌતમ અદાણી તેમની 14 મહિનાની પૌત્રી કાવેરીને પોતાના બન્ને હાથથી પકડી છે. આ ફોટો 21 માર્ચે સાયન્સ મ્યુઝિયમ, લંડન ખાતેની ન્યૂ અદાણી ગ્રીન એનર્જી ગેલેરીમાં લેવામાં આવ્યો હતો. કાવેરી તેમની સૌથી નાની પૌત્રી છે. તે કરણ અને પરિધિ અદાણીની ત્રીજી પુત્રી છે. ગૌતમ અદાણીએ ઘણા ફોરમ પર તેમની પૌત્રીઓ પ્રત્યેના પ્રેમનો ઉલ્લેખ કર્યો છે.
પૌત્રીઓ સાથે સમય વિતાવવાથી રાહત મળે છે
થોડા સમય પહેલા ગૌતમ અદાણીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેમના માટે તેમની પૌત્રીઓ સાથે સમય વિતાવવો એ મોટી રાહતની ક્ષણ છે. અદાણીએ કાર્યક્રમ દરમિયાન કહ્યું, “મને મારી પૌત્રીઓ સાથે સમય વિતાવવાનો આનંદ આવે છે. તેનાથી તમામ તણાવ દૂર થાય છે. મારી પાસે માત્ર બે જ દુનિયા છે, કામ અને પરિવાર. મારા માટે કુટુંબ શક્તિનો મોટો સ્ત્રોત છે.”
$100 બિલિયનથી વધુની સંપત્તિ
મુકેશ અંબાણી પછી અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની પાસે $102 બિલિયનની સંપત્તિ છે. અને તે વિશ્વના 13મા સૌથી અમીર વ્યક્તિ છે. 2024માં તેમની સંપત્તિમાં $18.1 બિલિયનનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, હિંડનબર્ગ રિપોર્ટને કારણે અદાણી ગ્રુપ 2023માં થયેલા નુકસાનમાંથી ઝડપથી બહાર આવી રહ્યું છે અને છેલ્લા એક વર્ષમાં ગ્રુપ કંપનીઓએ રોકાણકારોને ખૂબ સારું વળતર આપ્યું છે.