AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BharatPeના MD અશ્નીર ગ્રોવર સામે FIR દાખલ, 81 કરોડની છેતરપિંડીનો કેસ

અશ્નીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈન ગ્રોવર સહિત તેના પરિવારના 5 સભ્યો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ અશ્નીર ગ્રોવર અને તેના પરિવાર પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે.

BharatPeના MD અશ્નીર ગ્રોવર સામે FIR દાખલ, 81 કરોડની છેતરપિંડીનો કેસ
FIR filed against BharatPe MD Ashneer Grover
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 5:19 PM
Share

BharatPeના MD અને ર્શાક ટેન્કના ર્શાક અશ્નીર ગ્રોવર પર છેતરપિંડીનો કેસ નોંધાયો છે. અશ્નીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈન ગ્રોવર સહિત તેના પરિવારના પાંચ સભ્યો પર આરોપ લગાડવામાં આવ્યા છે. અશ્નીર ગ્રોવર અને તેના પરિવારના સભ્યો પર કરોડો રુપિયાની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં પર EOW (ઈકોનોમિક ઓફેંસ વિંગ)એ 81 કરોડના છેતરપિંડીનો ગુનો દાખલ કરેલ છે.

શું છે સમ્રગ ઘટના

ગતવર્ષે કંપની ફંડમાં હેરાફેરી કરવા બદલ ભારતપેના MD અશ્નીર ગ્રોવર સામે આરોપ નોંધવામાં આવ્યા હતા. તેમની પર 81 કરોડની છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાયેલ છે. EOWએ અશ્નીર ગ્રોવર સહિત તેની પત્ની અને પરિવારના 5 સભ્યો પર જુદી-જુદી રીતે કેસ નોંધવામાં આવ્યો છે. તેમાં બેન્કિંગ, બિઝનેસ અને એજેંટ્સ સાથેની છેતરપિંડીને લઈને આરોપ લગાડવામાં આવ્યાં છે.

અગાઉના વર્ષથી અશ્નીર ગ્રોવર અને ફિનટેક કંપની વચ્ચે મતભેદ અને વિવાદો ચાલી રહ્યાં હતાં. છેલ્લાં 6 મહિનાની અંદર અશ્નીર ગ્રોવર પર 5 અલગ-અલગ રીતે કેસ નોંધવામાં આવેલ છે. તે સહિત કંપનીમાં અન્ય રીતે પૈસાની હેરાફેરી, કંપની સાથે વિશ્વાસઘાત અને સાક્ષીને નષ્ટ કરવાના મામલામાં ઘણા કેસ નોંધાયા છે.

આ લોકો સામે FIR દાખલ કરવામાં આવી

EOW એ અશ્નીર ગ્રોવર, માધુરી જૈન ગ્રોવર, દીપક ગુપ્તા, સુરેશ જૈન અને શ્વેતાંક જૈન પર IPC કલમ 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે TV9 ગુજરાતી આ લોકો પર FIR ને લઈને કોઈ પણ પ્રકારની ખાતરી આપતું નથી.

આ પણ વાંચો :Russia-Ukraine War થી ભારતને લાઈફલાઈન મળી, હવે ચીન સાથે થશે હરીફાઇ

BharatPe એફઆઈઆરનો સ્વીકાર

તે જ સમયે ભારતપે આ સમગ્ર મામલે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. BharatPeએ અશ્નીર ગ્રોવર (Ashneer Grover) તેની પત્ની માધુરી જૈન ગ્રોવર (Madhuri Jain Grover) અને પરિવારના અન્ય સભ્યો સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરનું સ્વાગત કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ ફોજદારી ગુનાઓ અંગે કંપનીની ફરિયાદ પર આ FIR નોંધી છે. દિલ્હી પોલીસની આ એફઆઈઆરમાંથી, પરિવાર દ્વારા તેમના અંગત આર્થિક લાભ માટે કરવામાં આવેલા વિવિધ શંકાસ્પદ વ્યવહારો શોધી કાઢવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">