ટેરિફ, તેલ અને દબાણની રાજનીતિ, શું ખરેખર વિશ્વાસપાત્ર છે અમેરિકાની મૈત્રી?
ભૂતકાળના અનુભવો અને ભૂ-રાજકીય ઉથલપાથલને જોતા ભારત- અમેરિકાના સંબંધો હંમેશા કસોટીની એરણ પર ચડતા રહ્યા છે. બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલી ભાગીદારી પર નજર કરશો તો અનેકવાર એવુ લાગે છે કે ભારતનો ભરોસો જીતવા માટે અમેરિકાએ છાતી ચીરીને બતાવવાની હદ સુધી જઈ ચુક્યુ છે. પરંતુ આ નિકટતા અને પરસ્પરના સહયોગ પર સમયાંતરે સવાલ ઉઠતા રહ્યા છે કે શું ભારત ક્યારેય અમેરિકા પર સંપૂર્ણ ભરોસો કરી શકે છે?

અમેરિકા પર શંકાના મૂળ ભૂતકાળની કેટલીક મોટી ઘટનાઓમાં રહેલા છે. અમેરિકા સામે જ્યારે જ્યારે પણ ભારત પાકિસ્તાનના હિતોના ટકરાવની વાત આવે છે તે હંમેશા પાકિસ્તાનની સાથે ઉભુ રહે છે. 1965 ના યુદ્ધ દરમિયાન અમેરિકાએ ભારતને મોકલાતો ઘઉંનો જથ્થો રોકી દીધો આ એ જ અમેરિકા હતુ જેમણે 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતને PL-480 યોજના હેઠળ મળતા ઘઉંનો જથ્થો રોકી દીધો હતો. 1960ના દાયકામાં ભારત જ્યારે સતત દુષ્કાળને કારણે અનાજની અછતનો સામનો કરી રહ્યુ હતુ ત્યારે PL-480 યોજના અંતર્ગત અમેરિકાએ ભારતને લાલ ઘઉંનો જથ્થો મોકલી ભારતની ગરીબીને મજાકનું પાત્ર બનાવી હતી. આપણે ત્યાં જે ઘઉં ઢોરને પણ નથી દેતા એવા લાલ ઘઉં અમેરિકાએ ભારતને મોકલ્યા હતા. એક તરફ સતત દુષ્કાળને કારે ભારતમાં ખાદ્ય પદાર્થોની તીવ્ર અછત પ્રવર્તી રહી હતી જેના કારણે ખાદ્ય પુરવઠો આયાત કરવો પડે તેવી સ્થિતિ હતી...
