EPFO : આ પોર્ટલ ઉપર પેન્શનની સ્થિતિ જાણી શકાશે! અનુસરો આ સરળ સ્ટેપ્સ

દરેક EPFO ​​ખાતાધારક 60 વર્ષની ઉંમર પછી નિવૃત્ત થાય છે ત્યારે તેને EPFO ​​દ્વારા 12 નંબરનો પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) આપવામાં આવે છે. આ એક યુનિક નંબર છે જે દરેક કર્મચારી માટે અલગ છે.

EPFO : આ પોર્ટલ ઉપર પેન્શનની સ્થિતિ જાણી શકાશે! અનુસરો આ સરળ સ્ટેપ્સ
Employees Provident Fund Organization
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 6:19 AM

દરેક પગારદાર વ્યક્તિના પગારનો એક ભાગ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(Employees Provident Fund Organization)ના ખાતામાં જમા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે લોકો 60 વર્ષની વય પસાર કરે છે ત્યારે તેઓ EPFO ​​ખાતામાં જમા પૈસા ઉપાડી શકે છે. જો તમે ઇચ્છો તો તમે EPFO ​​પેન્શન સ્કીમ(Pension Scheme) પણ મેળવી શકો છો. જો તમે પણ પીએફ(PF)ની પેન્શન સુવિધાનો લાભ લેવા માગો છો, તો તેના માટે તમારી પેન્શન(Pension)ની સ્થિતિ તપાસવી ખૂબ જ જરૂરી છે.તમને PPO નંબર અપાય છે.આ PPO નંબર દ્વારા તમે સરળતાથી તમારા પેન્શનની સ્થિતિ ચકાસી શકો છો

દરેક કર્મચારીને PPO નંબર મળે છે

તમને જણાવી દઈએ કે જ્યારે દરેક EPFO ​​ખાતાધારક 60 વર્ષની ઉંમર પછી નિવૃત્ત થાય છે ત્યારે તેને EPFO ​​દ્વારા 12 નંબરનો પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) આપવામાં આવે છે. આ એક યુનિક નંબર છે જે દરેક કર્મચારી માટે અલગ છે. આ નંબર ફક્ત તે લોકો માટે ઉપલબ્ધ છે જેઓ EPFOની પેન્શન યોજનાનો લાભ મેળવવા માંગે છે. આ PPO નંબર દ્વારા તમે સરળતાથી તમારા પેન્શનની સ્થિતિ ચકાસી શકો છો. જો તમને તમારો PPO નંબર યાદ નથી તો અમે તમને PPO નંબર જાણવા માટેની સરળ પ્રક્રિયા જણાવવા જઈ રહ્યા છીએ.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

PPO નંબર કેવી રીતે જાણી શકાય

  • જો તમે EPFO ​​નો PPO નંબર જાણવા માગો છો, તો તેના માટે પહેલા EPFO ​​ની ઓફિશિયલ વેબસાઈટ www.epfindia.gov.in પર જાઓ.
  • હવે પેન્શન પોર્ટલ પસંદ કરો અને Know Your PPO નંબર પર ક્લિક કરો.
  • આ પછી તમારી જમણી બાજુએ એક વિકલ્પ દેખાશે જેમાં તમારો પીએફ નંબર અને બેંક વિગતો ભરવાની રહેશે.
  • સબમિટ બટન દબાવો. તમને PPO નંબરમાં પેન્શન મેમ્બર ID મળશે.
  • આ નંબર દ્વારા તમે તમારા પેન્શનનું સ્ટેટસ ચેક કરી શકો છો.

પેન્શનની સ્થિતિ તપાસવાની પ્રક્રિયા

  • આ માટે તમે EPFOની સત્તાવાર વેબસાઇટ www.epfindia.gov.in પર પણ ક્લિક કરો.
  • આગળ પેન્શન પોર્ટલ પર ક્લિક કરો.
  • હવે તમને જમણી બાજુએ પેન્શન સ્ટેટસ ચેક કરવાનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • ઓફિસ આઈડી અને પીપીઓ નંબર દાખલ કરો અને GET STATUS વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમને તમારી પેન્શનની સ્થિતિ દેખાશે

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">