Employees’ Provident Fund Organisation – EPFO તેના સભ્યોના લાભ માટે ઘણી યોજનાઓના લાભ આપે છે. આ પૈકી એક EDLI સ્કીમ ઘણી મહત્વની માનવામાં આવે છે. જો કે ઘણા લોકો આ યોજનાના ફાયદા વિશે જાણતા નથી. જેના કારણે તેઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી. આ યોજના કોઈપણ મુશ્કેલીઓના કિસ્સામાં તેના સભ્યોના પરિવારોને નાણાકીય સુરક્ષા આપે છે. થોડી માહિતી જાણીને તમે તમારા પરિવારના સભ્યોનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો, અહીં અહેવાલમાં અમે તમને EDLI સ્કીમ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી જણાવી રહ્યા છીએ…
આ યોજના 1976 માં શરૂ કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ્ય કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. EDLI હેઠળ વીમાની રકમ છેલ્લા 12 મહિનાના પગાર પર આધારિત છે. આ 12 મહિનાનો પગારનો 35 ગણો હોય છે. ઉદાહરણ તરીકે જો કોઈનો પગાર 10 હજાર રૂપિયા છે તો તેના પરિવારને 3,50,000 રૂપિયા આપવામાં આવશે.
સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમના અમલીકરણ સાથે EPFO સબસ્ક્રાઈબર્સને ઘણા લાભો મળશે. જેમાં કોઈ ડુપ્લિકેશન નહીં થાય, તેમ જ એક સભ્યના એક કરતા વધુ PF ખાતા મર્જર થયા પછી એક જ ખાતું બની જશે. જો કોઈ વ્યક્તિ નોકરી બદલે છે તો PF એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની ઝંઝટ પણ ખતમ થઈ જશે.