જલ્દી જ સસ્તું થશે ખાદ્ય તેલ, સરકાર લેવા જઈ રહી છે આ મોટો નિર્ણય, જાણો

જલ્દી જ સસ્તું થશે ખાદ્ય તેલ, સરકાર લેવા જઈ રહી છે આ મોટો નિર્ણય, જાણો
File Image

છેલ્લા પાંચ વર્ષોમાં અત્યારે તેલના ભાવ સૌથી ટોચ પર છે. જ્યારે સરકારી આંકડા મુજબ ગત એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં 55.55 ટકાનો વધારો થયો છે.

Gautam Prajapati

|

May 21, 2021 | 6:49 PM

ખાદ્યતેલના ભાવ આકાશને સ્પર્શી રહ્યા છે. આ મહામારીના સમયમાં માધ્યમવર્ગ અને ગરીબ વર્ગને ખાવા પીવામાં પણ તકલીફો પડી રહી છે. આવી સ્થિતિમાં દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. કોઈ વસ્તુના ભાવ ઘટે તો માંડ જીવને રાહત અનુભવાય એવી પરિસ્થિતિ વચ્ચે સારા સમાચાર આવ્યા છે.

ખાદ્યતેલના ભાવને કાબૂમાં કરવા માટે સરકાર તેની આયાત પરનો એગ્રી સેસ ઘટાડી શકે છે. ખાનગી સમાચારના અહેવાલ મુજબ સરકાર ક્રૂડ પામ ઓઇલ (Palm Oil), સૂર્યમુખી (Sunflower) અને સોયા તેલની આયાત પરના કૃષિ માળખાગત અને વિકાસ સેસ ઘટાડી શકે છે. આ નિર્ણયથી કિંમતોમાં ઘટાડો થશે અને સામાન્ય લોકોને થોડી રાહત મળશે. તેલનો ભાવ હાલમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે.

એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં 55.55 ટકાનો વધારો

તમને જણાવી દઈએ કે કૃષિ ઇન્ફ્રાના વિકાસ માટે સરકારે 2020 ના બજેટમાં એગ્રી સેસ શરૂ કર્યો હતો. હાલમાં પામ તેલ પર 17.50 ટકા અને સૂર્યમુખી, સોયાબીન તેલ પર 20 ટકા સેસ લાગે છે. ભારત જરૂરીયાતનું 60 ટકા તેલ આયાત કરે છે. દર વર્ષે લગભગ 75000 કરોડ રૂપિયાના ખાદ્ય તેલની આયાત થાય છે. સરકારી આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં 55.55 ટકાનો વધારો થયો છે. ફૂડ સચિવ સુધાંશુ પાંડેએ તાજેતરમાં જ કહ્યું હતું કે સરકાર તેલના વધતા ભાવ પર સતત નજર રાખી રહી છે.

દરેક ખાદ્ય તેલના ભાવોમાં વધારો

સરકારના અહેવાલ મુજબ રિટેલમાં વેજીટેબલ ઓઇલનો ભાવ 140 રૂપિયાને પાર કરી ગયો છે. ગયા વર્ષે મે મહિનાના પહેલા અઠવાડિયામાં તે 90 રૂપિયા હતો. પામ ઓઈલની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં તેમાં 52 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે મેના પહેલા અઠવાડિયામાં તેની કિંમત 87 રૂપિયા હતી, જે વધીને 133 રૂપિયા થઈ ગઈ છે. સોયબિન તેલમાં 50 ટકાનો વધારો થયો છે. તે 105 રૂપિયાથી વધીને 158 રૂપિયા થઈ ગયું છે. અને સરસવનું તેલ 49 ટકા વધ્યું છે અને તે 110 રૂપિયાની સામે 164 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે.

સોયાબીનના તેલમાં 37 ટકાનો વધારો

સોયાબીન તેલનો છૂટક ભાવ રૂપિયા 37 વધી 133 થયો છે. ગયા વર્ષે આ કિંમત 87 રૂપિયા હતી. મગફળીનું તેલ 38 ટકા મોંઘુ થયું છે અને તે 130 રૂપિયાની તુલનામાં 180 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે.

આ પણ વાંચો: શું તમે જાણો છો આ વિશ્વમાં કેટલા પક્ષીઓ છે? વૈજ્ઞાનિકોએ રિસર્ચ દ્વારા લગાવ્યું આ અનુમાન

આ પણ વાંચો: Facebook નો ચોંકાવનારો દાવો, ભારત સરકારે 6 મહિનામાં 40300 વખત માંગ્યા યુઝર્સના ડેટા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati