શું તમે જાણો છો આ વિશ્વમાં કેટલા પક્ષીઓ છે? વૈજ્ઞાનિકોએ રિસર્ચ દ્વારા લગાવ્યું આ અનુમાન

Gautam Prajapati

|

Updated on: May 21, 2021 | 6:04 PM

વિશ્વમાં પક્ષીઓની સંખ્યા ગણવાની વાત આવે તો અશક્ય જેવું લાગે, પરંતુ વૈજ્ઞાનિકોએ આ અશક્યને એક રિચર્ચ થકી શક્ય બનાવ્યું છે.

શું તમે જાણો છો આ વિશ્વમાં કેટલા પક્ષીઓ છે? વૈજ્ઞાનિકોએ રિસર્ચ દ્વારા લગાવ્યું આ અનુમાન
પ્રતિકાત્મક તસ્વીર

આ સૃષ્ટીના સંતુલન માટે દરેક જીવના અસ્તિત્વનું ટકી રહેવું અગત્યનું છે. તમને આકાશમાં ઉડાડતા પક્ષીઓને જોઇને થતું હશે કે આ વિશ્વમાં કેટલા પક્ષીઓ (Population of birds) હશે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ બાબતે તાજેતરમાં જ એક રિસર્ચ કરવામાં આવ્યું છે.

તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધન મુજબ વિશ્વમાં પક્ષીઓની કુલ વસ્તી 50 અબજ હોવાનું અનુમાન છે. જેમાં ચકલી એટલે કે સ્પેરોની વસ્તી 1.6 અબજ છે, યુરોપિયન મેનાની સંખ્યા 1.3 અબજ છે, બાર્ન પક્ષીઓની સંખ્યા 1.1 અબજ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પક્ષીઓની ઘણી જાતિઓ ખૂબ જ દુર્લભ બનવાની દિશામાં છે. દસમાંથી એક જાતિની સંખ્યા હવે માત્ર પાંચ હજારથી ઓછી રહી ગઈ છે. ઓસ્ટ્રેલિયાની સિડનીની ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના સંશોધનકારો દ્વારા કરાયેલા સંશોધનમાં આ માહિતી બહાર આવી છે.

જો કે, તેમને આશા છે કે આ ગણતરી પક્ષીઓની દુર્લભ પ્રજાતિઓને બચાવવા માટેના પ્રયત્નોમાં મદદ કરશે. પક્ષીઓની પ્રજાતિના હિસાબે પક્ષીઓની સંખ્યાનો અંદાજ કાઢવાનો આ પ્રથમ પ્રયાસ છે. તેમણે કહ્યું “આપણે મનુષ્યની વસ્તીની ગણતરી કરવામાં ઘણો સમય, ખર્ચ અને પ્રયત્નો કરીએ છીએ, પરંતુ આપણી પૃથ્વીને લગતી જી વિવિધતા પર દેખરેખ રાખવાની જરૂર છે.”

આ સંશોધન નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસની પ્રોસીડિંગમાં પ્રકાશિત થયું છે. તેમાં વિજ્ઞાન સંસ્થાઓમાં કામ કરી રહેલા વ્યાવસાયિક સંગઠનો અને વૈજ્ઞાનિકો સેથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વિશ્વની તમામ 92 ટકા એવિયન પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સંશોધન મુજબ યુરોપ, ઉત્તર એશિયા, ઉત્તર આફ્રિકા, અરબી દ્વીપકલ્પના ભાગોમાં મોટી સંખ્યામાં પક્ષીઓ છે. વૈજ્ઞાનિકોને બહુ ઓછી પ્રજાતિઓ મળતાં તેમને આશ્ચર્ય થયું નહીં કેમકે તેમાંથી ઘણી દુર્લભ વર્ગમાં આવે છે. કુલ તેમણે અંદાજો લગાવ્યો કે 1,180 પક્ષીઓની જાતિઓ એવી છે જેની સંખ્યા 5 હજારથી ઓછી છે.

નોંધપાત્ર વાત એ છે કે વિશ્વમાં હાજર પક્ષીઓના ચોક્કસ ડેટા શોધવો એ ખૂબ જ જટિલ કાર્ય છે અને આ અંગે કોઈ અંતિમ જવાબ નથી. થોડા વર્ષોમાં, વૈજ્ઞાનિકો અનુમાન લગાવવાનો બીજો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: Facebook નો ચોંકાવનારો દાવો, ભારત સરકારે 6 મહિનામાં 40300 વખત માંગ્યા યુઝર્સના ડેટા

આ પણ વાંચો: લગ્નમાં સામેલ 95 લોકો કોરોના પોઝિટિવ, કન્યાના પિતાનું મોત થતા ગામમાં સન્નાટો

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati