AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Droom Technologies IPO: ઓટોમોબાઈલ ઈ-કોમર્સ કંપનીએ SEBI સમક્ષ દસ્તાવેજ સંબિત કર્યા, 3000 કરોડ રૂપિયાનો IPO લાવવાની યોજના

કંપની IPO દ્વારા રૂ. 3,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. ડ્રાફ્ટ દસ્તાવેજો મુજબ, IPOમાં રૂ. 2,000 કરોડના નવા ઇક્વિટી શેર તેમજ કંપનીના પ્રમોટર Droom Pte Ltd દ્વારા રૂ. 1,000 કરોડના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) જારી કરવામાં આવશે.

Droom Technologies IPO: ઓટોમોબાઈલ ઈ-કોમર્સ કંપનીએ SEBI સમક્ષ દસ્તાવેજ સંબિત કર્યા, 3000 કરોડ રૂપિયાનો IPO લાવવાની યોજના
Tega Industries IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 7:10 AM
Share

દેશના આઈપીઓ માર્કેટમાં તેજી છે. એક પછી એક ઘણી કંપનીઓ તેમની ઇનિશિયાળ પબ્લિક ઓફર એટલે કે IPO લાવી રહી છે. હવે ઓનલાઈન કાર ખરીદી અને વેચાણ પ્લેટફોર્મ ડ્રૂમ ટેક્નોલોજીસ લિમિટેડ(Droom Technologies)પણ IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે. ઓટોમોબાઈલ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ડ્રૂમ ટેક્નોલોજીએ દેશના બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે IPO માટે પ્રારંભિક દસ્તાવેજો સબમિટ કર્યા છે.

3 હજાર કરોડ એકત્ર કરવાની યોજના કંપની IPO દ્વારા રૂ. 3,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. ડ્રાફ્ટ દસ્તાવેજો મુજબ, IPOમાં રૂ. 2,000 કરોડના નવા ઇક્વિટી શેર તેમજ કંપનીના પ્રમોટર Droom Pte Ltd દ્વારા રૂ. 1,000 કરોડના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) જારી કરવામાં આવશે.

કંપની રૂ. 400 કરોડના ઇક્વિટી શેર ઇશ્યૂ કરી શકે છે પ્રમોટર સંદીપ અગ્રવાલ અને Droom Pte Ltd કંપનીમાં 100 ટકા હિસ્સો ધરાવે છે. કંપની પ્રાઈવેટ પ્લેસમેન્ટના આધારે રૂ. 400 કરોડના ઈક્વિટી શેર પણ ઈશ્યુ કરી શકે છે. જો આમ થશે તો નવા શેરનો ઈશ્યુ ઘટશે. કંપની IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ વૃદ્ધિ અને સામાન્ય કોર્પોરેટ બિઝનેસ માટે કરશે.

કેલેન્ડર વર્ષમાં IPO દ્વારા એક લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે બજાર નિષ્ણાતો માને છે કે આ કેલેન્ડર વર્ષમાં IPO દ્વારા એક લાખ કરોડ રૂપિયાની રકમ એકત્ર થવાની સંભાવના છે. વર્ષ 2021માં છેલ્લા સપ્તાહ સુધી 46 કંપનીઓ IPO દ્વારા 80,102 કરોડ રૂપિયા એકત્ર કરવામાં સફળ રહી છે. વર્ષ 2020ની સરખામણીમાં IPO માર્કેટનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. છેલ્લા સંપૂર્ણ વર્ષમાં 15 કંપનીઓના આઈપીઓ આવ્યા હતા જેના કારણે માત્ર 26,611 કરોડ રૂપિયા એકત્ર થઈ શક્યા હતા.

ચાલુ સપ્તાહે વધુ બે કંપનીઓ લાવી છે પ્રાથમિક બજારો માટે આ મહિનો વધુ વ્યસ્ત રહેવાનો છે. બે કંપનીઓ ટારસન પ્રોડક્ટ્સ(tarsons products ipo) અને ગો ફેશન (ઈન્ડિયા) લિમિટેડ (go fashion ipo) આ અઠવાડિયે આવશે. તેઓ કુલ રૂ. 2,038 કરોડ આસપાસ એકત્ર કરે તેવી અપેક્ષા છે. બાયોલોજી કંપની Tarsons Productsનો ત્રણ દિવસનો IPO 15 નવેમ્બરે ખુલશે અને 17 નવેમ્બરે બંધ થશે તો ગો ફેશનનો IPO 17 નવેમ્બરે ખુલશે અને 22 નવેમ્બરે બંધ થશે.

આ પણ વાંચો : સરકારની કમાણી અને ખર્ચનો હીસાબ રાખે છે આ સંસ્થા, આના ડંડાથી નથી બચી શક્તી કોઈ પણ કંપની

આ પણ વાંચો : શેરબજારમાં હજારો કરોડની કમાણી કરનાર રાકેશ ઝુનઝુનવાલાએ એક સાથે 72 વિમાનોનો ઓર્ડર આપ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">