Dollar vs Rupee : ડોલર સામે રૂપિયો સહેજ મજબૂત થયો, આંતરરાષ્ટ્રીય બજાર અંગે નિષ્ણાંતોનું શું છે અનુમાન?

ડોલર સામે રૂપિયો નબળો પડવાની ગતિ ઉપર આખરે બ્રેક લાગી છે અને શુક્રવારના ટ્રેડિંગમાં રૂપિયો મર્યાદિત વધારા સાથે બંધ થયો હતો

Dollar vs Rupee : ડોલર સામે રૂપિયો સહેજ મજબૂત થયો, આંતરરાષ્ટ્રીય બજાર અંગે નિષ્ણાંતોનું શું છે અનુમાન?
ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 7:30 AM

dollar vs rupee : ડોલર સામે રૂપિયો નબળો પડવાની ગતિ ઉપર આખરે બ્રેક લાગી છે અને શુક્રવારના ટ્રેડિંગમાં રૂપિયો મર્યાદિત વધારા સાથે બંધ થયો હતો . બજારના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ આગામી પબ્લિક ઇશ્યૂ માટે ડોલરના પ્રવાહમાં વધારો થવાની અપેક્ષાએ રૂપિયો મજબૂત બન્યો હતો અને શુક્રવારે ત્રણ દિવસની નીચી સપાટી તોડીને રૂપિયો યુએસ ડોલર સામે 2 પૈસા વધ્યો અને 75.07 પર બંધ રહ્યો હતો. શુક્રવારે રૂપિયો વધુ સારો દેખાવ કરશે તેવી અપેક્ષા હતી પરંતુ વિશ્લેષકો માને છે કે સ્થાનિક શેરબજારમાં બપોરના વેપારમાં નબળાઈએ રૂપિયાના લાભને મર્યાદિત કર્યો હતો. સપ્તાહ દરમિયાન યુએસ ડોલર સામે સ્થાનિક ચલણમાં 61 પૈસાનો ઘટાડો થયો છે.

ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં શુક્રવારના કારોબારમાં ડોલર સામે રૂપિયો 75.12 પર ખૂલ્યો હતો અને દિવસના ટ્રેડિંગ દરમિયાન તે 74.88ની ઊંચી સપાટી અને 75.13ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ટ્રેડિંગના અંતે યુએસ ચલણ સામે રૂપિયો 75.07 ના પાછલા બંધની સામે બે પૈસાના વધારા સાથે 75.07 પર બંધ થયો. દરમિયાન ડૉલર ઇન્ડેક્સ જે છ મુખ્ય કરન્સી સામે યુએસ ડૉલરની સ્થિતિ દર્શાવે છે તે 0.11 ટકા વધીને 97.35 પર પહોંચ્યો હતો.

શું છે બજારના નિષ્ણાતોનો અભિપ્રાય

HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી મજબૂત વેચવાલી પછી ભારતીય રૂપિયો સ્થિર થવામાં સફળ રહ્યો છે. જોકે તેમણે ઉમેર્યું હતું કે ક્રૂડ ઓઈલ અને બોન્ડની ઊંચી ઉપજને કારણે આગામી દિવસોમાં મજબૂત ડોલર સ્થાનિક ચલણને વધુ નબળું પાડી શકે છે. રેલિગેર બ્રોકિંગના વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટી અને કરન્સી રિસર્ચ) સુગંધા સચદેવાએ જણાવ્યું હતું કે બજારનો અંદાજ છે કે યુએસમાં માર્ચમાં વ્યાજ દરો 0.25 ટકા વધી શકે છે જ્યારે 2022માં દર પાંચ વખત વધી શકે છે. જેની અસર રૂપિયાની ચાલ પર જોવા મળી શકે છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ફોરેન એક્સ્ચેન્જ અને બુલિયન એનાલિસ્ટ ગૌરાંગ સોમૈયાએ જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વની ટિપ્પણી અને યુએસમાં સારા એડવાન્સ જીડીપી આંકડાઓને પગલે ડૉલર મજબૂત થયો છે. તેનાથી રૂપિયા પર દબાણ આવી શકે છે

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અન્ય પરિબળો રૂપિયાને કેવી રીતે અસર કરે છે?

ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ભૌગોલિક રાજકીય તણાવ, ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને યુએસ ફેડરલ રિઝર્વના વલણને કારણે સ્થાનિક ચલણને પણ અસર થઈ હતી. ગ્લોબલ ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.49 ટકા વધીને 89.78 ડોલર પ્રતિ બેરલ થયું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે કુલ ધોરણે રૂ. 6,266.75 કરોડના શેરનું વેચાણ કર્યું હતું,

આ પણ વાંચો : Budget 2022 : નાણાં મંત્રી બજેટ રજૂ કરે ત્યાર સુધી 100 થી વધુ લોકોને લોક ઈન કરવામાં આવ્યા, જાણો કેમ ભરાયું આ પગલું

આ પણ વાંચો : Budget 2022: નિર્મલા સીતારમણ ગ્રીન બજેટ રજૂ કરશે, માર્યાદિત નકલોનું પ્રિન્ટિંગ કરાશે, જાણો કેમ લેવાયો નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">