શું ફરી ગૌતમ અદાણીની ચિંતામાં વધારો થયો? ભ્રષ્ટાચારની તપાસ અંગે કંપનીએ આપ્યું નિવેદન, ગ્રુપના તમામ શેર લાલ નિશાન નીચે સરક્યા

અદાણી માટે ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગૌતમ અદાણીની તમામ કંપનીઓના શેર મંગળવારે લાલ નિશાન નીચે બંધ થયા હતા. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ગ્રુપની કંપનીઓએ અમેરિકાની ભ્રષ્ટાચાર વિરોધી કાયદાના સંભવિત ઉલ્લંઘનની તપાસમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે.

શું ફરી ગૌતમ અદાણીની ચિંતામાં વધારો થયો? ભ્રષ્ટાચારની તપાસ અંગે કંપનીએ આપ્યું નિવેદન, ગ્રુપના તમામ શેર લાલ નિશાન નીચે સરક્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2024 | 7:33 AM

અદાણી માટે ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગૌતમ અદાણીની તમામ કંપનીઓના શેર મંગળવારે લાલ નિશાન નીચે બંધ થયા હતા. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ગ્રુપની કંપનીઓએ અમેરિકાની  વિરોધી કાયદાના સંભવિત ઉલ્લંઘનની તપાસમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે.

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ નોટિસ મળી નથી : અદાણી

ગ્રુપની કંપની અદાણી ગ્રીને કહ્યું છે કે તેને યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ નોટિસ મળી નથી. કંપનીએ કહ્યું કે તે યુનાઇટેડ સ્ટેટ્સના ભ્રષ્ટાચાર વિરોધી કાયદાના સંભવિત ઉલ્લંઘનની થર્ડપાર્ટી દ્વારા તપાસથી વાકેફ છે. એટલું જ નહીં કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેને આ થર્ડ પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. અદાણી ગ્રૂપની કંપનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ એક મીડિયા રિપોર્ટમાં ભારતમાં ઊર્જા પ્રોજેક્ટમાં લાંચનો મોટો દાવો કર્યો હતો.

બ્લૂમબર્ગે રિપોર્ટ આપ્યો હતો કે કંપનીના સ્થાપક ગૌતમ અદાણી અને કંપની લાંચમાં સંડોવાયેલા છે કે કેમ તે શોધવા માટે યુએસએ ભારતના અદાણી ગ્રુપમાં તેની તપાસનો વિસ્તાર વધાર્યો છે.

મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે

ગૌતમ અદાણીની તમામ કંપનીના શેર લાલ નિશાન નીચે બંધ થયા હતા

કંપનીએ અહેવાલ ખોટા હોવાનું નિવેદન આપ્યું

આ અહેવાલ પછ, અદાણી જૂથની 10 લિસ્ટેડ કંપનીઓએ તેમની અલગ ફાઇલિંગમાં લાંચના આરોપોથી પોતાને દૂર કર્યા છે. સાથે જ કહ્યું કે આ મામલે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હોવાના સમાચાર પણ ખોટા છે.

નોંધનીય છે કે ઘણા મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે અદાણી જૂથની એન્ટિટી ભારતમાં અધિકારીઓને ઊર્જા પ્રોજેક્ટમાં ચૂકવણી કરવામાં સંભવતઃ સામેલ છે. આ પછી, અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન વકીલોએ આ સંબંધમાં તેમની તપાસનો વ્યાપ વધારી દીધો છે. ગૌતમ અદાણી સહિત અદાણી ગ્રૂપની કોઈપણ એન્ટિટી અથવા કંપની સાથે સંકળાયેલા લોકોએ ઉર્જા પ્રોજેક્ટ માટે ભારતમાં અધિકારીઓને ચૂકવણી કરી છે કે કેમ તે અંગે ફરિયાદી તપાસ કરી રહ્યા છે.

તપાસની અમને કોઈ જાણ નથી : અદાણી ગ્રુપ

રિપોર્ટ અનુસાર ન્યૂયોર્કના ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ માટે યુએસ એટર્ની ઓફિસ અને વોશિંગ્ટનમાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટની ફ્રોડ યુનિટ તપાસ કરી રહી છે. આ સાથે ભારતીય રિન્યુએબલ એનર્જી કંપની Azure Power Global પર પણ નજર રાખવામાં આવી રહી છે. અદાણી ગ્રુપે આ મામલે બ્લૂમબર્ગ ન્યૂઝને જણાવ્યું હતું કે, “અમને અમારા ચેરમેન વિરુદ્ધ કોઈ તપાસની જાણ નથી.”

અદાણી ગ્રુપના શેર અને બોન્ડમાં ગયા વર્ષની શરૂઆતમાં જંગી વેચવાલી જોવા મળી હતી. તે સમયે, અમેરિકન શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચએ એક અહેવાલ જારી કર્યો હતો જેમાં જૂથ પર ખોટા ખાતાઓ, શેરોમાં હેરાફેરી અને ટેક્સ હેવનનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, ભારતીય કંપનીએ આ આરોપોને નકારી કાઢ્યા છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">