અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે કાળઝાળ ગરમીમાં ભગવાનને ચંદનના વાઘાનો કરાયો શણગાર, જુઓ વીડિયો 

10મે ને શુક્રવાર અખાત્રીજના રોજ સદ્‌ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી  સ્વામિનારાયણ ભગવાનને 5 કિલો ચંદનમાંથી વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા હતા. આ શણગાર કરવા માટે છેલ્લા સાત દિવસથી તૈયારી કરવામાં આવતી હતી. પથ્થર ઉપર ચંદનના લાકડાને ઘસીને કિશોરો અને યુવાનો દ્વારા લેપ તૈયાર કરવામાં આવે છે.

| Updated on: May 10, 2024 | 10:50 AM

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાનને ચંદનના શણગાર ધરાવ્યા બાદ આ ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ગોટીથી સ્વામિનારાયણ ભગવાનના સંતો – હરિભક્તો તે ચંદનથી કપાળમાં તિલક કરે છે.

વૈશાખ માસ આવે છે ત્યારે જે ભાવિક ભક્તો હોય છે તે ભગવાનને રાજી કરવાને માટે તને કરીને ભગવાનની ખૂબ જ સેવા કરે છે.

વૈશાખ માસનો પ્રારંભ થાય એટલે આપણ સહુને અનુભવ છે કે,સખત આગ ઝરતી ગરમી પડે છે. 42 થી 44 ડીગ્રીથી પણ વધુ ગરમી પડવા લાગે છે. ગરમીથી બચવા માણસો અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. આજના સમય પ્રમાણે માણસ ગરમીથી રક્ષણ મેળવવા માટે પંખો,એરકુલર અથવા તો એરકન્ડીશનથી રાહત મેળવે છે અને ભક્તો હોય છે તે પોતાના ઘરે પણ ભગવાનની સમીપે એ.સી. ચલાવે છે.

Ahmedabad Maninagar Swaminarayan Mandir Chandan Shangar Watch Video

મંદિરમાં ભગવાનની સન્મુખ પાણીના ફુવારા ગોઠવવામાં આવે છે. પરંતુ આ સાધનો ન હતા ત્યારે ભક્તો ભગવાનને હાથે પંખો લઈને નાંખતા હતા અને ચંદનના લાકડાને પથ્થર ઉપર ઘસીને તેનો લેપ તૈયાર કરીને ભગવાનના શણગાર તૈયાર કરતા હતા. આ શણગારને ચંદનના શણગાર કહેવામાં આવે છે.

અખાત્રીજના દિવસનો મહિમા અપાર છે.

  • જગન્નાથપુરી અને અમદાવાદમાં રથયાત્રા જે યોજાય છે તેના રથોના નિર્માણનું કાર્ય આ જ દિવસે પ્રારંભ થાય છે.
  • આ દિવસે પરશુરામ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું.
  • સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘા ધરાવાનો પ્રારંભ કરવામાં આવે છે.
Follow Us:
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
કોડિનારના નવાગામમાં બે દિવસથી ખેતરમાં સિંહણે ધામા નાખતા ફફડાટ
કોડિનારના નવાગામમાં બે દિવસથી ખેતરમાં સિંહણે ધામા નાખતા ફફડાટ
g clip-path="url(#clip0_868_265)">