Ahmedabad Video : શેલામાં છેલ્લા 6 મહિનાથી ગટર પાઈપલાઈનનું કામ પૂરુ ન થતા સ્થાનિકોને હાલાકી

અમદાવાદના શેલા અને બોપલ વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ગટરનું કામ ચાલી રહ્યુ છે. જેના પગલે રોડ - રસ્તાઓની હાલત કફોડી થઈ છે. રોડ ખરાબ થતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2024 | 2:27 PM

અમદાવાદના શેલા અને બોપલ વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ગટરનું કામ ચાલી રહ્યુ છે. જેના પગલે રોડ – રસ્તાઓની હાલત કફોડી થઈ છે. રોડ ખરાબ થતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જો વહેલી તકે ગટરનું કામ પુરુ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમસ્યામાં વધારો થવાની સંભાવના છે.

ગટરના કામ કાજને લઈને રોડ પર ઠેર – ઠેર ખાડા કરવામાં આવ્યા છે. જો આ ગટરની પાઈપ લાઈનનું કામ ઝડપથી પુરુ નહી કરવામાં આવે તો ચોમાસામાં પાણી ભરાવાની સંભાવના છે. ખાડા એટલા મોટા છે કે અકસ્માતનો ડર સતત સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. એટલુ જ અંધારામાં જો ખાડો ના દેખાય તો કોઈ વ્યક્તિ ક્યારે ખાડામાં પડી જાય તેની ખબર ન પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

બીજી તરફ શેલા ખાતે આવેલી મોનાર્કસીટી – 2ની ગટર ચોકઅપ થઈ જતા ગટરનું પાણી બહાર આવી રહ્યુ છે. ગટરનું પાણી મોનાર્ક સીટી -2 ના રહીશોએ અનેક વાર રજૂઆત કરવા છતા પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેનો ઉકેલ વહેલી તકે આવે તેવી માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Video : ગુજરાતના જુદા-જુદા શહેરમાં CID ક્રાઇમના દરોડા, ક્રિકેટ સટ્ટાકાંડ સાથે સંકળાયેલી પેઢીઓ પર તપાસ હાથ ધરાઈ

 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">