Commodity market : કોમોડિટી બજારમાં સ્થિતિ કેવી છે? કરો એક નજર છેલ્લા સત્રના કારોબારની હાઇલાઇટ્સ ઉપર

Commodity market : ચોમાસું ગણતરીના સમયમાં દસ્તક દેશે. હવામાન વિભાગ અલ નિનો(El Nino) વિશે વાત કરી રહ્યું છે. સરકાર રાજ્યોને તૈયારી કરવા માટે કહી રહી છે. તેમનું કહેવું છે કે રાજ્યને બીજની કોઈ અછત ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આ સ્થિતિમાં ખરીફ સિઝન માટે બિયારણ કેવી રીતે અને કેટલું માંગી શકાય તે પણ જાણવા પ્રયાસ કરાઈ રહ્યો છે.

Commodity market : કોમોડિટી બજારમાં સ્થિતિ કેવી છે? કરો એક નજર છેલ્લા સત્રના કારોબારની હાઇલાઇટ્સ ઉપર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 8:16 AM

Commodity market : ચોમાસું ગણતરીના સમયમાં દસ્તક દેશે. હવામાન વિભાગ અલ નિનો(El Nino) વિશે વાત કરી રહ્યું છે. સરકાર રાજ્યોને તૈયારી કરવા માટે કહી રહી છે. તેમનું કહેવું છે કે રાજ્યને બીજની કોઈ અછત ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આ સ્થિતિમાં ખરીફ સિઝન માટે બિયારણ કેવી રીતે અને કેટલું માંગી શકાય તે પણ જાણવા પ્રયાસ કરાઈ રહ્યો છે. જણાવી દઈએ કે સરકારે રાજ્યોને ખરીફ પાકની તૈયારી કરવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારોએ બિયારણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જોઈએ અને ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જોઈએ. સરકારે ICARને પણ આદેશ આપ્યો છે. દુષ્કાળ પ્રતિરોધક બિયારણ આપવા આદેશ કર્યો હતો. ICARને બીજ બેંક સ્થાપવાની પણ સૂચના આપવામાં આવી છે.

સોના – ચાંદીના ભાવમાં વધારો

સોનાના ભાવમાં આજે સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળ્યો પણ બાદમાં સારી રિકવરી સાથે બંધ થયું હતું. ગયા સપ્તાહે ગુરુવારથી બુલિયન માર્કેટમાં સોનાના દરમાં સુધારો આવવાની શરૂઆત થઈ હતી. જો કે, છેલ્લા કેટલાક સત્રમાં થયેલા સતત ઘટાડા પછી પણ સોનાનો ભાવ 60,275 રૂપિયાની આસપાસ છે. MCX માં  સોનાનો ભાવ રૂ. 60,274 પર બંધ થયો હતો.  ચાંદીમાં તેજી જોવા મળી હતી. 1 કિલો ચાંદીનો ભાવ 508 રૂપિયા વધીને 72610 રૂપિયા પર બંધ થઈ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની સ્થિતિ

  • ક્રૂડ ઓઇલ 4-સપ્તાહના નીચા સ્તરેથી સુધર્યું છે, WTI ક્રૂડ $70 ઉપર ટ્રેડ થયું હતું
  • બ્રેન્ટ $74ની ઉપર 2.5% ની મજબૂત સ્થિતિમાં  બંધ થયું  છે
  • યુએસમાં સાપ્તાહિક ક્રૂડના ભંડારમાં વધારાને અવગણે છે
  • OPEC+ મીટિંગ પહેલા ક્રૂડ ઓઇલમાં વધારો થયો છે
  • 4 જૂનની બેઠક પહેલાંની બેઠક વિશે મિશ્ર સંકેતો
  • સિટી ગ્રૂપના જણાવ્યા અનુસાર ગ્રૂપનો નિર્ણય કિંમતો પર આધારિત હશે.
  • જો ભાવ $70 પર અથવા તેનાથી નીચે રહે તો ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે

ડોલર ઇન્ડેક્સ પર દબાણ

ડોલર ઇન્ડેક્સમાં ભારે ઘટાડાનો સપોર્ટ દેખાઈ રહ્યો છે. ડોલર ઈન્ડેક્સ  103.50 ની નીચે છે. લગભગ ત્રણ મહિના પછી એક દિવસમાં આ  સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. જૂનમાં ફેડ વ્યાજદરમાં વધારો નહીં કરે તેવી અપેક્ષાએ ડૉલર પર દબાણ સર્જ્યું છે. યુએસ મેન્યુફેક્ચરિંગ સતત સાતમા મહિને નબળું રહ્યું છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">