AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat સરકારની તાલુકા દીઠ એક ગામને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવા કવાયત

સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દિઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે. એટલું જ નહિ, આ ગામોને વિકાસ કામો માટેના સ્વભંડોળનો આ પુરસ્કાર રાશિ ભાગ બનશે.

Gujarat સરકારની તાલુકા દીઠ એક ગામને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવા કવાયત
Gujarat Smart Village
Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 01, 2023 | 6:52 AM
Share

Gandhinagar : ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દિઠ એક ગામ સ્માર્ટ વિલેજ(Smart Village)  બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલા ગામો છે.સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દિઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે. એટલું જ નહિ, આ ગામોને વિકાસ કામો માટેના સ્વભંડોળનો આ પુરસ્કાર રાશિ ભાગ બનશે.

સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનાને વધુ વ્યાપક સ્વરૂપે વિસ્તારી

પીએમ મોદી ગુજરાતના ગામોને શહેરો સમકક્ષ સ્માર્ટ, સસ્ટેઇનેબલ અને સુવિધાયુકત બનાવવાની નેમ સાથે રૂર્બન-આત્મા ગામનો સુવિધા શહેરની નો વિચાર આપેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનની આ વિચારધારાને આગળ ધપાવતાં સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનાને વધુ વ્યાપક સ્વરૂપે વિસ્તારી છે.

મોડેલ ગામ અને ટુરિઝમ સ્થળ તરીકે વિકસે

મુખ્યમંત્રીના દિશાદર્શનમાં તૈયાર થયેલી સ્માર્ટ વિલેજ યોજનામાં આવા સ્માર્ટ વિલેજની પસંદગી માટેના જે ધોરણો નિર્ધારીત કરાયાં છે તેમાં ગામમાં અદ્યતન ટેક્નોલોજીનો વિનિયોગ, ગ્રામીણ જીવનશૈલીને જાળવી રાખીને ગ્રામજનોના ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો કરવો તેમજ ગામના આર્થિક, સામાજીક અને પર્યાવરણીય મૂલ્યના સંવર્ધન સાથે માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય રાખેલો છે. આવા સ્માર્ટ વિલેજ અન્ય ગામો માટે ‘‘ગુડ ગવર્નન્સ’’ના મોડેલ ગામ અને ટુરિઝમ સ્થળ તરીકે વિકસે તથા એક્શન લેબોરેટરી તરીકે કાર્ય કરે તેવો હેતુ પણ રાખવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 16 જિલ્લાની જે 35 ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ જાહેર કરી છે.

જિલ્લો તાલુકો ગ્રામ પંચાયત

  1. ગાંધીનગર કલોલ રામનગર
  2. ગાંધીનગર અડાલજ
  3. નર્મદા દેડીયાપાડા દેડીયાપાડા
  4.  સાગબારા સેલંબા
  5. વલસાડ પારડી ઉદવાડા
  6.  વાપી મોરાઈ
  7.  ઉમરગામ ભિલાડ
  8.  કચ્છ અંજાર ભીમાસર
  9. અમરેલી કુકાવાવ મોટા ઉજળા
  10.  બાબરા ઊંટવડ
  11. પોરબંદર કુતિયાણા ઈશ્વરીયા
  12.  પોરબંદર બગવદર
  13.  છોટા ઉદેપુર બોડેલી જબુગામ
  14.  પાવીજેતપુર જેતપુર
  15. આણંદ ઉમરેઠ લીંગડા
  16.  આંકલાવ આસોદર
  17.  પેટલાદ નાર
  18.  સોજીત્રા રૂણજ
  19.  મોરબી મોરબી નાની વાવડી
  20.  સુરત મહુવા મહુવા
  21.  માંડવી તડકેશ્વર
  22.  બારડોલી સુરાલી
  23.  ચોર્યાસી જુનાગામ (શિવરામપુર)
  24.  પલસાણા એના ગોટીયા
  25.  કામરેજ ઉંભેળ
  26.  સાબરકાંઠા ઇડર નેત્રામલી
  27.  દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર કલ્યાણપુર
  28.  રાજકોટ ઉપલેટા કોલકી
  29.  પડધરી મોવૈયા
  30.  ધોરાજી જમનાવડ
  31.  ભાવનગર ભાવનગર લાખણકા
  32.  વડોદરા પાદરા સાધી
  33.  ખેડા નડીયાદ ઉતરસંડા
  34.  ગળતેશ્વર અંઘાડી
  35.  વસો પીજ

આવા સ્માર્ટ વિલેજ પસંદગી માટેના ધોરણોમાં ગામ રોડથી જોડાયેલું હોય, રોડથી તદ્દન નજીકમાં હોય, ગામ શક્ય હોય ત્યાં સુધી સ્ટેટ હાઇવે પર હોય, પ્રાથમિક સુવિધા તરીકે પાકા રસ્તા અને ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ તેમજ સંપૂર્ણ સફાઇ થતી હોય અને ગામની વસ્તી ૨૦૦૦ થી ૬૦૦૦ સુધીની હોય તે માપદંડો ધ્યાને લેવામાં આવેલા છે.

ધોરણો ધરાવતા ગામોએ જે 11 માપદંડો પરિપૂર્ણ કર્યા

આ ધોરણો ધરાવતા ગામોએ જે 11 માપદંડો પરિપૂર્ણ કર્યા છે. તેમાં (૧) સરસ ગ્રામ વાટિકા/ગાર્ડન (૨) ફરજિયાત ડોર ટુ ડોર કલેક્શન (૩) દરેક ઘરે પીવાના પાણીનું નળ કનેક્શન (૪) પંચાયત વેરા વસુલાત (૫) રસ્તા પર ઉકરડા ન હોય અને રસ્તાઓ નિયમિત સાફ થાય (૬) સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટરની સુવિધા (૭) ગ્રામ પંચાયત કચેરી ઉપર સોલર રૂફટોપ (૮) ઓપન ડેફીકેશન ફ્રી વિલેજ (૯) ગ્રામ પંચાયત દ્વારા લાઇટબીલ ભરવાની નિયમિતતા (૧૦) ગામમાં ગટર બનાવવી (૧૧) ગામતળના પાકા રસ્તા વગેરેને આવરી લેવાયા છે. આવા ૧૧ મા૫દંડો પરિપુર્ણ કરતી ગ્રામ પંચાયતો દ્વારા સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત કરાયેલ ફોર્મ ભરવામાં આવેલા તેમાં બેઝ યર તરીકે વર્ષ 2022 -23  લેવામાં આવ્યું હતું.

આવા ગામો પસંદ કરતાં પૂર્વે ગ્રામ પંચાયત ઘ્વારા ભરેલ ફોર્મ અન્વયે તાલુકા કક્ષાની સમિતિએ રૂબરૂ મુલાકાત લઇ પ્રાથમિક ચકાસણી કરી હતી અને એ પ્રમાણે ગુણ આપી પોતાના અભિપ્રાય સાથેની યાદી રાખી જીલ્લા કક્ષાની સમિતિમાં દરખાસ્ત મોકલી આપી હતી. આ ફોર્મના આધારે મેરીટના બેઝ ૫ર સ્માર્ટ વિલેજની ૫સંદગી જીલ્લા કક્ષાની સમિતિ ઘ્વારા કરવામાં આવી છે. ૯૦% ગુણ મેળવેલ ગ્રામ પંચાયતોને થર્ડ પાર્ટી વેરીફીકેશન કરાવ્યા ૫છી જ પુરસ્કાર/પ્રોત્સાહક રકમ જાહેર કરવામાં આવ્યા છે.

આ સમગ્ર અમલીકરણ પ્રક્રિયા પુર્ણ થયા બાદ, લઘુત્તમ ૯૦ માર્કસ મેળવેલ હોય તેવી ગ્રામ પંચાયતો પૈકી મહત્તમ મળેલ માર્કસના આધારે તાલુકા દીઠ એક ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">