આ બેન્કની ઈન્ટરનેટ બેન્કિંગ અને બીજી સેવા 9 કલાક સુધી રહેશે બંધ, ફટાફટ પુરા કરી લો આ કામ

ગ્રાહકો માટે ઈન્ટરનેટ બેન્કિંગ, RTGS, ટ્રાન્ઝેક્શન, વોલેટ ફંક્શન સહિત બીજી સેવાઓ શનિવાર અને રવિવારે બંધ રહેશે. લગભગ 9 કલાક સુધી ગ્રાહકોને મુશ્કેલી વેઠવી પડશે.

આ બેન્કની ઈન્ટરનેટ બેન્કિંગ અને બીજી સેવા 9 કલાક સુધી રહેશે બંધ, ફટાફટ પુરા કરી લો આ કામ
File photo

બેંકો સમયાંતરે સિસ્ટમને અપડેટ રાખતી હોય છે. જેના કારણે ગ્રાહકોને મુશ્કેલી ના પડે. આ વચ્ચે હાલમાં જ સમાચાર આવ્યા છે કે Citibankની સેવા લગભગ 9 કલાક સુધી બંધ રહેશે. જો તમે પણ સિટી બેંકમાં ખાતું ધરાવો છો અને ઈન્ટરનેટ બેંકિંગ, આરટીજીએસ, ટ્રાન્ઝેક્શન, વોલેટ ફંકશન સહિત અન્ય સેવાઓ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર જાણવા ખૂબ જરૂરી છે.

 

 

તમે 9 કલાક સુધી કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં. ખરેખર સિટી બેંકની ઈન્ટરનેટ બેંકિંગ, આરટીજીએસ, ટ્રાન્ઝેક્શન, વોલેટ ફંક્શન અને અન્ય સેવાઓ શનિવાર અને રવિવારે મધ્યરાત્રિએ બંધ રહેશે. આ સેવા ઓછામાં ઓછા 9 કલાક સુધી ઈનએક્ટિવ રહેશે. ન્યૂયોર્ક સ્થિત બેંકના જણાવ્યા અનુસાર તેમની સેવાઓ 16 ઓક્ટોબર રાત્રે 9:30થી 17 ઓક્ટોબર સવારે 6:30 વાગ્યા સુધી પ્રભાવિત રહેશે. આવો જાણીએ આ સમયગાળા દરમિયાન કઈ સેવાઓ પ્રભાવિત થશે.

 

આ સેવાઓ રહેશે પ્રભાવિત?


1. ઓનલાઈન અને મોબાઈલ સેવાઓ 17 ઓક્ટોબરના રાતે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી બંધ રહેશે.

 

2. 17 ઓક્ટોબરના રાતે 2:30 વાગ્યાથી સવારે 6:30 વાગ્યા સુધી આરટીજીસીએસ લેણદેણ ચાલુ નહીં રહે.

 

3. ક્રેડિટ કાર્ડ અને સેમસંગ પે વોલેટ ફંક્શન 16 ઓક્ટોબરે રાત્રે 9.30થી 17 ઓક્ટોબરે રાત 1.30 વાગ્યા સુધી બંધ રહેશે.

 

4. બેંકના જણાવ્યા અનુસાર સિટી ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનના કોઈ પણ કિસ્સામાં આઉટેજ દરમિયાન એસએમએસ દ્વારા મોકલવામાં આવેલી સિસ્ટમ જનરેટેડ ટ્રાન્ઝેક્શન લિંક પર તેની જાણ કરી શકાય છે.

 

5. સીટી બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર જો તમારે પણ કોઈ ટ્રાન્ઝેક્શન, ઈન્ટરનેટ બેન્કિંગ, RTGS અથવા અન્ય સેવાઓ ટ્રાન્ઝેક્શન દ્વારા કરવા હોય તો તેને હમણાં પૂર્ણ કરો અથવા સેવાઓ ફરી શરૂ થયા બાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો અથવા જો તે વધુ જરૂરી હોય તો તમે તેને કોઈપણ અન્ય બેંક દ્વારા પૂર્ણ કરી શકો છો. જેથી બેંકની સેવાઓ ડાઉન થવાને કારણે ગ્રાહકને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. બેન્કે તેના ગ્રાહકોને મેસેજ માટે આ બાબતની જાણ કરી દીધી છે.

 

તમને જણાવી દઈએ કે સિટી બેન્કે ભારતમાં કોલકાતામાં 1902માં કામગીરી શરૂ કરી હતી. આ સાથે દાવો પણ કરવામાં આવ્યો હતો કે તે ભારતીય નાણાકીય બજારમાં એક મહત્વપૂર્ણ વિદેશી રોકાણકાર છે. વેબસાઈટ અનુસાર સિટી બેંક 1993માં 24 કલાક ફોન બેંકિંગ સેવા આપનારી પ્રથમ બેંક બની.

 

આ પણ વાંચો : Aryan Drugs Case : આર્યન કેસના સાક્ષી ફ્લેચર પટેલ પર ઉઠ્યા સવાલ, શું સમીર વાનખેડેના નજીકના વ્યક્તિ છે ?

 

આ પણ વાંચો : IPLના 14 માં Emerging Player બન્યો ઋતુરાજ ગાયકવાડ, જાણો આ એવોર્ડ કોને મળે છે, છેલ્લા 13 ખેલાડીઓની કારકિર્દી કેવી રહી ?

Click on your DTH Provider to Add TV9 Gujarati