Aryan Drugs Case : આર્યન કેસના સાક્ષી ફ્લેચર પટેલ પર ઉઠ્યા સવાલ, શું સમીર વાનખેડેના નજીકના વ્યક્તિ છે ?
NCP નેતા નવાબ મલિકે ટ્વિટ કરીને ફ્લેચર પટેલ નામની વ્યક્તિ સમીર વાનખેડેની નજીક હોવાનો દાવો કર્યો છે. ફ્લેચર પટેલ આર્યન કેસમાં એનસીબીના સાક્ષી પણ હોવાથી હાલ મામલો વણસ્યો છે.
Aryan Khan Drug Case : બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના (ShahRukh Khan) પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની કાર્યવાહી પર સવાલ ઉભા થયા છે. આર્યનની ધરપકડ બાદ સામે આવેલી તસવીરોમાં ભાજપના સ્થાનિક નેતાઓ મનીષ ભાનુશાલી સાથે ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) પણ જોવા મળી રહ્યા છે.
નવાબ મલિકે ફ્લેચર પટેલ સમીર વાનખેડેના નજીકના હોવાનો દાવો કર્યો
મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રી અને NCP નેતા નવાબ મલિકે ટ્વિટ કરીને ફ્લેચર પટેલ નામની વ્યક્તિ સમીર વાનખેડેની નજીક હોવાનો દાવો કર્યો છે. ફ્લેચર પટેલ આર્યન કેસમાં એનસીબીના સાક્ષી પણ હોવાથી હાલ NCB પર સવાલ ઉભા થઈ રહ્યા છે. નવાબ મલિકે સમીર વાનખેડે અને તેની પત્ની સાથે ફ્લેચર પટેલની ઘણી તસવીરો શેર કરી છે અને દાવો કર્યો છે કે તે તેમના પરિવારની નજીક છે.
નવાબ મલિકે ટ્વિટ કરીને ઉઠાવ્યા સવાલો
નવાબ મલિકે ટ્વિટ કરીને પૂછ્યું કે – ફ્લેચર પટેલ કોણ છે ? #NCB અને તેના એક અધિકારી (NCB Officer) સાથે કેવી રીતે સંબંધિત છે ? ટૂંક સમયમાં અહીં વિગતો જાહેર કરવામાં આવશે. અને અન્ય એક ટ્વિટમાં આર્યન કેસના પંચનામાનો ફોટો શેર કર્યો જેમાં ફ્લેચર પટેલ સાક્ષી તરીકે નોંધાયેલા છે.
Who is Fletcher Patel ? What is his connection with #NCB and one of it’s official ? Details will be revealed here shortly…
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 16, 2021
Here are the front pages of 3 Panchnamas where Fletcher Patel is a Panch. pic.twitter.com/NOMv5mv1CB
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 16, 2021
નવાબ મલિકના જમાઈ નિશાના પર
અગાઉ નવાબ મલિકે (Nawab Malik) આરોપ લગાવ્યો હતો કે, તેમના જમાઈ સમીર ખાનને ભાજપના ઈશારે નકલી ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ને તેના કબજામાંથી કોઈ પ્રતિબંધિત માદક દ્રવ્યો મળ્યા ન હોવા છતા તેને આ કેસમાં ફસાવવામાં આવ્યા હતા. 9 જાન્યુઆરીએ, સમીરના ઓળખીતા ફર્નિચરવાલા પાસેથી સાડા સાત ગ્રામ હર્બલ તમાકુ જપ્ત કરવામાં આવ્યુ હતુ. ફોરેન્સિક તપાસમાં પણ આ વાતની પુષ્ટિ થઈ હતી, જ્યારે NCB એ 200 કિલો ગાંજો જપ્ત કરવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર પોલીસને માફિયા કહેવા બદલ CM ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યુ પોલીસ કંઈક ખોટુ કરતા રોકે તો “માફિયા”