AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશભરમાં ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ પર દરોડા, ગુરુગ્રામ-દિલ્હી-મુંબઈ અને બેંગ્લોરની ઓફિસો પર સર્ચ ઓપરેશન

બુધવાર સવારથી દેશભરમાં હાજર ચાઈનીઝ મોબાઈલ કંપનીઓની ઓફિસો પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોબાઈલ કંપની Oppo ગ્રુપ અને Xiaomi વિરુદ્ધ ઈન્કમ ટેક્સ વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

દેશભરમાં ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ પર દરોડા, ગુરુગ્રામ-દિલ્હી-મુંબઈ અને બેંગ્લોરની ઓફિસો પર સર્ચ ઓપરેશન
income tax department ( File photo)
| Updated on: Dec 22, 2021 | 12:34 PM
Share

બુધવાર સવારથી દેશભરમાં રહેલ ચાઈનીઝ મોબાઈલ કંપનીઓની ઓફિસો પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર સહિત અનેક શહેરોમાં સવારે 9 વાગ્યાથી સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ પહેલા મંગળવારે સમાચાર આવ્યા હતા કે નેપાળે ઘણી ચીની કંપનીઓને બ્લેકલિસ્ટ પણ કરી દીધી છે.

મોબાઈલ કંપની Oppo ગ્રુપ અને Xiaomi વિરૂદ્ધ આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઓપ્પો ગ્રુપ સાથે સંકળાયેલા ઘણા વરિષ્ઠ અધિકારીઓ, નિર્દેશકો, સીએફઓ અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ પર દરોડા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા દિલ્હી-એનસીઆરના રેવાડીના ગુડગાંવમાં થઈ રહ્યા છે. દિલ્હી યુનિટ અને બેંગ્લોર યુનિટ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.

નેપાળમાં પણ ચીની કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે નેપાળના એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ચીનની કેટલી કંપનીઓ ભારતમાં બિઝનેસ કરે છે? કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે હાલમાં ચીનની 80 કંપનીઓ દેશમાં સક્રિય રીતે બિઝનેસ કરી રહી છે. ભારતમાં 92 ચીની કંપનીઓ નોંધાયેલી છે, જેમાંથી 80 એવી કંપનીઓ છે જે ‘સક્રિયપણે’ બિઝનેસ કરી રહી છે.

ચીન સમર્થિત ત્રણ અલગ-અલગ કંપનીઓ – ચાઈના સીએમસી એન્જિનિયરિંગ કંપની, નોર્થવેસ્ટ સિવિલ એવિએશન એરપોર્ટ કન્સ્ટ્રક્શન ગ્રૂપ અને ચાઈના હાર્બર એન્જિનિયરિંગ કંપની – વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવતાં તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.

એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ ચીની કંપનીઓ પર શેલ કંપનીઓ દ્વારા કરચોરીનો આરોપ છે, જેની વિભાગ તપાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો : ઓમિક્રોનના ભય વચ્ચે દક્ષિણ આફ્રિકામાં રાહતના સમાચાર, સંક્રમણના કેસ 40 ટકા ઘટ્યા, સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે

આ પણ વાંચો : Kangana Ranaut Controversy : કંગના રનૌતે શીખ સમુદાય વિરુદ્ધ કરેલી ટિપ્પણી મામલે આજે મુંબઈ પોલીસ સામે થશે હાજર

સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
g clip-path="url(#clip0_868_265)">