AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓમિક્રોનના ભય વચ્ચે દક્ષિણ આફ્રિકામાં રાહતના સમાચાર, સંક્રમણના કેસ 40 ટકા ઘટ્યા, સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે

લગભગ એક મહિના પહેલા દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યું હતું. જે બાદ કેસોમાં એકાએક વધારો થયો હતો. પરંતુ હવે સ્થિતિમાં સુધારો થવા લાગ્યો છે.

ઓમિક્રોનના ભય વચ્ચે દક્ષિણ આફ્રિકામાં રાહતના સમાચાર, સંક્રમણના કેસ 40 ટકા ઘટ્યા, સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે
omicron variant (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 10:57 AM
Share

વિશ્વભરમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમીક્રોન હાલ તબાહી મચાવી રહ્યો છે. Omicronનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો હતો. પરંતુ હાલ સ્થિતિ સુધરી રહી હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જે ચોક્કસપણે સમગ્ર વિશ્વ માટે સારા સમાચાર છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ (NICD) ના ડેટા દર્શાવે છે કે છેલ્લા 23 કલાકમાં 8,515 લોકોનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે ગત સોમવારે આ આંકડો 13,992 હતો.

ઓમિક્રોન કેસ સામે આવ્યા બાદ પોઝિટિવ કેસમાં 40 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. સોમવારે માત્ર 323 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, ટેસ્ટમાં પણ ઘટાડો થયો છે. સોમવારે, 28,000 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું હતું, જે ગયા સપ્તાહ 45,000 હતા. આ કારણે સંક્રમણના કેસોમાં તફાવત હોઈ શકે છે. પરંતુ સારી વાત એ છે કે છેલ્લા અઠવાડિયે ટેસ્ટ પોઝિટિવ દરમાં થોડો ઘટાડો થયો હતો. જે દર્શાવે છે કે કોરોનાના નવા પ્રકારનો પ્રકોપ ઘટી રહ્યો છે.

આના કારણે ઓમિક્રોન તરફથી બાકીના વિશ્વ માટે રાહત મળવાની આશા વધી ગઈ છે. કોરોના વાયરસનો આ નવો પ્રકાર ડેલ્ટા  કરતા વધુ ઝડપથી ફેલાતો હોવાનું કહેવાય છે. દક્ષિણ આફ્રિકામાં તેનો પ્રથમ કેસ જોવા મળ્યો હોવાથી, વિશ્વભરના વૈજ્ઞાનિકો આ દેશની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. જો કે, ઘણા લોકોએ ચેતવણી આપી છે કે દેશના અલગ-અલગ સંજોગોને કારણે આ મામલે અન્ય કોઈ દેશ સાથે તેની સરખામણી કરવી મુશ્કેલ બની શકે છે.

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના શરૂઆતના સમયે ત્યાંના ડોક્ટરોએ કહ્યું હતું કે દેશમાં તેની અસર ડેલ્ટા વેરિઅન્ટ જેવી નહીં હોય. તે હવે ચર્ચાસ્પદ છે કે શું ઓમિક્રોન ખરેખર વધુ ખતરનાક નથી અથવા તે આફ્રિકન લોકોની રોગપ્રતિકારક શક્તિને કારણે છે. જેમણે માત્ર એક મહિના પહેલા ડેલ્ટા વેરિઅન્ટનો સામનો કર્યો હતો. આફ્રિકાએ યુકે પર ઓમિક્રોન માટેના ખતરાને અતિશયોક્તિ કરવાનો આરોપ પણ મૂક્યો છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે ઓમિક્રોનથી દરરોજ 6000 મૃત્યુ થશે.

નવેમ્બરના મધ્યમાં છેલ્લા અઠવાડિયા સુધી નવા કેસમાં વધારો થયો છે, પરંતુ તેની સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને મૃત્યુની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. સોમવારે, રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા કામ પર પાછા ફર્યા. કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા બાદ તેઓ એક સપ્તાહથી આઈસોલેશનમાં હતા. તેમના કાર્યાલયે જણાવ્યું છે કે, ‘રાષ્ટ્રપતિ રામાફોસાએ દેશના દરેકને રોગપ્રતિરક્ષા મેળવીને, ફેસ માસ્ક પહેરીને, વારંવાર હાથ ધોવા અથવા સેનિટાઈઝ કરીને, સામાજિક અંતર જાળવવા અને ભીડને ટાળવા માટે આહવાન કર્યું છે.’

ઇઝરાયેલે સોમવારે ઓમિક્રોનના વધતા કેસોને ધ્યાનમાં રાખીને નાગરિકોને વિશેષ પરવાનગી વિના અમેરિકા જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વડા પ્રધાન નફતાલી બેનેટના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, કેબિનેટે આ પગલાને મંજૂરી આપી દીધી છે, જે મંગળવારથી અમલમાં આવી છે. આ સાથે ઈઝરાયેલે કોરોનાના વધુ કેસ ધરાવતા દેશોને રેડ લિસ્ટમાં સામેલ કર્યા છે. ખાસ પરવાનગી વિના ઇઝરાયલીઓને આ દેશોમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે.

આ પણ વાંચો :Delhi Air Pollution: પ્રતિબંધો હળવા કર્યા પછી દિલ્હીની હવા થઇ પ્રદુષિત, આજે AQI ફરી 385 પર પહોંચ્યો

આ પણ વાંચો : Raj kundra case : પતિ રાજ કુન્દ્રાના સમર્થનમાં આવી શિલ્પા શેટ્ટી, ટ્વીટ કરીને કહ્યું- સત્ય અંત સુધી સત્ય રહે છે

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">