AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut Controversy : કંગના રનૌતે શીખ સમુદાય વિરુદ્ધ કરેલી ટિપ્પણી મામલે આજે મુંબઈ પોલીસ સામે થશે હાજર

બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌત આજે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવાની છે. શીખ સમુદાય માટે ઈન્સ્ટાગ્રામ પર વિવાદાસ્પદ પોસ્ટ કરવા બદલ અભિનેત્રી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

Kangana Ranaut Controversy : કંગના રનૌતે શીખ સમુદાય વિરુદ્ધ કરેલી ટિપ્પણી મામલે આજે મુંબઈ પોલીસ સામે થશે હાજર
Kangana ranaut ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 12:04 PM
Share

લાગે છે કંગના રનૌતનો (Kangana Ranaut) વિવાદો સાથે અલગ સંબંધ છે. દરરોજ તે કોઈ ને કોઈ વિવાદમાં ફસાઈ જતી રહે છે. હવે એક્ટ્રેસએ આજે ​​મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવું પડશે. વાસ્તવમાં, કંગના રનૌતે ખેડૂતોના વિરોધને લઈને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેના કારણે અભિનેત્રી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં કંગનાએ આજે ​​પોલીસ સમક્ષ હાજર થવાનું છે.

શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ખાર પોલીસ સ્ટેશનમાં કંગના વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ એફઆઈઆર 23 નવેમ્બરના રોજ અમરજીત સંધુ નામના વ્યક્તિએ દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (DSGMC) અને શિરોમણી અકાલી દળ (SAD)ના નેતાઓ સાથે નોંધાવી હતી.

ફરિયાદના આધારે, ખાર પોલીસે કંગના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 295A હેઠળ ઈરાદાપૂર્વક અને તેના ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવાના ઈરાદા સાથે કોઈપણ વર્ગના લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ નોંધ્યો છે.

આ મામલે કંગના બોમ્બે હાઈકોર્ટ પહોંચી હતી. તેમણે અપીલ કરી હતી કે આ એફઆઈઆર રદ્દ કરવામાં આવે. 13 ડિસેમ્બરે સુનાવણી દરમિયાન કોર્ટે કંગનાને ફરીથી મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા કહ્યું, જે અભિનેત્રીએ સ્વીકાર્યું હતું.

આગામી સુનાવણી 25 જાન્યુઆરીએ કંગનાએ આ વાત સ્વીકાર્યા બાદ તેની આગામી સુનાવણી 25 જાન્યુઆરીએ રાખવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકારે પણ કોર્ટને કહ્યું હતું કે ત્યાં સુધી અભિનેત્રી સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી ન હતી.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કંગના રનૌતના તમામ સોશિયલ મીડિયા પોસ્ટરને સેન્સર કરવાની માંગ કરવામાં આવી હતી જેથી દેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. અરજીમાં વકીલ ચરણજીત સિંહ ચંદ્રપાલે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર તેની કોઈપણ પોસ્ટ પોસ્ટ કરતા પહેલા તે જોઈ લેવું જોઈએ કે તે કંઈ ખોટું તો નથી પોસ્ટ કરી રહી.

શું છે મામલો ?

વાસ્તવમાં, જ્યારે સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચી લીધા હતા. ત્યારે કંગનાએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા એક પોસ્ટ કરી હતી. આ દરમિયાન અભિનેત્રીએ શીખ સમુદાય વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. કંગનાએ કેટલાક એવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો જેનાથી શીખ સમુદાયને ઠેસ પહોંચી હતી.

કંગનાની પ્રોફેશનલ લાઈફ કંગનાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લી ફિલ્મ થલાઈવીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે જે જયલલિતાની ભૂમિકા ભજવી હતી. અત્યારે કંગના પાસે ધાકડ, તેજસ અને ઈમરજન્સી સહિત ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. આ સિવાય તે પ્રોડ્યુસર તરીકે પણ કામ કરી રહી છે. કંગના દ્વારા નિર્મિત ફિલ્મનું નામ ટીકુ વેડ્સ શેરુ છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો : ઓમિક્રોનના ભય વચ્ચે દક્ષિણ આફ્રિકામાં રાહતના સમાચાર, સંક્રમણના કેસ 40 ટકા ઘટ્યા, સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે

આ પણ વાંચો : TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોના બાળકોની તસ્વીર આવી સામે, જુઓ જેઠાલાલની લાડલી નિયતિથી લઈને દયાની દિકરી સ્તુતિને

સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
g clip-path="url(#clip0_868_265)">