ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણી નિવૃત થયા બાદ શું કરશે ? આપ્યો આવો જવાબ, જુઓ Video

|

Aug 13, 2024 | 9:08 PM

એક અહેવાલ અનુસાર ગૌતમ અદાણી હાલમાં મુકેશ અંબાણી પછી બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. ત્યારે હવે તેમની નિવૃતિની વાત જ્યારે ચર્ચામાં છે ત્યારે એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ અંગે પૂછતાં તેમણે પોતાની નિવૃતિને લઈને ખૂબ સહજ ભાવે જવાબ આપ્યો હતો.

ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણી નિવૃત થયા બાદ શું કરશે ? આપ્યો આવો જવાબ, જુઓ Video

Follow us on

થોડા દિવસો પહેલા, એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 62 વર્ષીય ગૌતમ અદાણી તેમના $213 બિલિયન બિઝનેસને આગામી પેઢીમાં ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે. ગૌતમ અદાણી પોતાનો કારોબાર આગામી પેઢીને સોંપવાની યોજના બનાવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તે બિઝનેસને તેમના પુત્રો અને ભત્રીજાઓમાં વહેંચી દેશે. જે બાદ તેઓ 70 વર્ષની વયે નિવૃત્ત થશે. જો કે હવે અદાણી ગ્રુપે સ્પષ્ટતા જાહેર કરી છે.

હવે કંપનીએ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની નિવૃત્તિ યોજના અંગેની મૂંઝવણ દૂર કરી છે અને કહ્યું છે કે, વારસદારો અને પરિવારના ટ્રસ્ટમાં સમાન લાભકારી હિત વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી. હાલમાં ગૌતમ અદાણીની નિવૃત્તિ અંગે કોઈ યોજના નથી.

કંપનીએ નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે પરિવારના ટ્રસ્ટમાં વારસદારો અને સમાન લાભકારી હિત અંગે અદાણીના નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું હતું. પોતાના નિવેદનમાં તેણે માત્ર બે પુત્રો અને બે ભત્રીજા સહિતના નામોનો ઉલ્લેખ કર્યો હતો.

Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો

નોંધનીય છે કે બ્લૂમબર્ગના બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી હાલમાં મુકેશ અંબાણી પછી બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. ઇન્ટરવ્યુમાં અદાણીએ બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે તેમના ચાર અનુગામી સારૂ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે તેઓ બધા વિકાસ ઈચ્છે છે. વારસો બનાવવા માટે તેઓએ સાથે મળીને કામ કરવું પડશે.

આ સમગ્ર ઇન્ટરવ્યૂના અંતમાં જ્યારે ગૌતમ અદાણીને એમ પૂછવામાં આવ્યું કે તમે રિટાયરમેન્ટ પછી શું કરશો. આ સવાલનો તેમણે સહજતા થી જવાબ આપ્યો અને કહ્યું, કે આ બધા ટ્રાન્ઝેક્શન થઈ જાય બાદમાં હું રીટાયર્ડ થયા બાદ વધુ રિલેક્સ થઈશ. એટલે કે અદાણી પોતાનો વારસો ઉતરાધિકારીઓને સોંપી રિલેક્સ થશે.

Published On - 9:07 pm, Tue, 13 August 24

Next Article