Share Market Reaction on Budget: નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં સત્તા સંભાળી હતી. આ વર્ષથી જુલાઈ 2024 સુધીમાં કુલ 12 વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આમાંથી બે વચગાળાના બજેટ હતા. પ્રથમ વચગાળાનું બજેટ 2019માં અને બીજું 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.
કેડિયા એડવાઈઝરીના અજય કેડિયાએ NSE ડેટા પર રિપોર્ટ આપ્યો છે. આરિપોર્ટમાં જણાવાયું છે કે કુલ 7 વખત શેરબજારની પ્રતિક્રિયા સારી રહી ન હતી. મોદી સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ 10 જુલાઈ 2014ના રોજ આવ્યું હતું. આ દિવસે નિફ્ટી 0.23 ટકા ઘટીને 7567.75 પર આવી ગયો હતો. જો કે પછીના 7 દિવસમાં નિફ્ટી 0.96 ટકા ઉછળીને 7640.45ના સ્તરે પહોંચી ગયો હતો.
આ રિપોર્ટ અનુસાર મોદી સરકારના બીજા બજેટના દિવસે 25 ફેબ્રુઆરી 2015ના રોજ બજારની પ્રતિક્રિયા સકારાત્મક હતી. નિફ્ટી નજીવો વધ્યો હોવા છતાં 0.06 ટકા વધીને 8767.25 ના સ્તરે હતો. બજેટના સાત દિવસ બાદ નિફ્ટી 1.77 ટકા વધીને 8922.65 પર પહોંચ્યો હતો.
29 ફેબ્રુઆરી 2016ના રોજ રજૂ થયેલા ત્રીજા બજેટના દિવસે નિફ્ટી 0.61% ઘટીને 6987 પર બંધ થયો હતો. સાત દિવસ પછી શેરબજાર બાઉન્સ બેક થયું અને નિફ્ટી 7.13 ટકાના ઉછાળા સાથે રોકેટની જેમ 7485ના સ્તરે પહોંચી ગયો.
1 ફેબ્રુઆરી 2017 ના રોજ બજેટની રજૂઆતના દિવસે નિફ્ટી 1.81% ના વધારા સાથે સુપર ફાસ્ટ ટ્રેન સમાન બની હતી. નિફ્ટી જે આ દિવસે 8716 પર બંધ થયો હતો, તે પછીના 7 દિવસમાં 0.60% વધીને 8769 પર પહોંચી ગયો હતો. બીજી તરફ 2018 માં નિફ્ટી બજેટના દિવસે 0.10% ના ઘટાડા સાથે 11016 ના સ્તર પર બંધ થયો હતો. પરંતુ પછીના 7 દિવસમાં તેમાં 3.99% નો ઘટાડો નોંધાયો.
મોદી સરકારે 1 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રથમ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ દિવસે નિફ્ટી 0.58% ઉછળીને 10893 પર બંધ થયો હતો. એક સપ્તાહ બાદ તે 0.46 ટકા વધીને 10943 પર પહોંચ્યો હતો. આ પછી, મોદીએ 2019ની ચૂંટણીમાં અદભૂત સફળતા નોંધાવી અને 5 જુલાઈ 2019ના રોજ બીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કર્યું. આ દિવસે બજારે સારી પ્રતિક્રિયા આપી ન હતી અને નિફ્ટી 1.14% ઘટીને 11811 પર બંધ થયો હતો. આગામી સાત દિવસ પછી પણ બજાર ઘટાડામાંથી બહાર આવ્યું નથી અને 2.19 ટકા ઘટીને 11552ના સ્તરે આવી ગયું છે.
આ પણ વાંચો : Budget 2024 : બજેટ કેવી રીતે જોઈ શકાશે Live? નાણામંત્રીના ભાષણ પર આ રીતે રાખો નજર