Breaking News : દિવાળી પહેલા અદાણી CNGના ભાવમાં વધારો,2.30 રૂ.નો વધારો થયો
દિવાળી (Diwali) પહેલા અદાણી CNGના ભાવમાં વધારો થયો છે. અદાણી (Adani)CNGના ભાવમાં 2.30 રૂ.નો વધારો થયો છે.CNGનો ભાવ 100 રૂપિયા પહોંચ્યો છે.અગાઉ અદાણી CNGનો ભાવ 98.47 રૂ. હતો

દિવાળીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો ગ્રાહકોને પડ્યો છે. અદાણી ગેસે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં અચાનક 2.30નો વધારો કર્યો છે. આનાથી લોકોના માસિક બજેટ પર વધુ અસર પડી શકે છે.અદાણી (Adani)CNGના ભાવમાં 2.30 રૂ.નો વધારો થયો છે.CNGનો ભાવ 100 રૂપિયા પહોંચ્યો છે.અગાઉ અદાણી CNGનો ભાવ 98.47 રૂ. હતો.
CNGનો ભાવ 100 રૂપિયા
આ અદાણી ગેસના ભાવ વધારાની અસર ગુજરાતના અમદાવાદમાં પણ જોવા મળશે. ઓગસ્ટ 2026માં, કંપનીએ CNGના ભાવમાં પ્રતિ કિલો 4નો વધારો કર્યો હતો, જેના કારણે CNGનો કુલ ભાવ 98.47 પ્રતિ કિલો થયો હતો. આનો અર્થ એ થયો કે ભાવ 100ની નજીક પહોંચી ગયો છે.
કેમ વધ્યા ભાવ?
આ અચાનક ભાવ વધારાનું કારણ કુદરતી ગેસની ખરીદીની કિંમત ઘણી વધી ગઈ છે, જેના કારણે આ પગલું ભરવામાં આવ્યું હોય શકે. સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા તણાવ (ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ)ને કારણે વૈશ્વિક બજારમાં ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.
ગૌતમ અદાણીની પર્સનલ લાઈફ તેમજ તેના પરિવારમાં કોણ કોણ છે જાણો અહી ક્લિક કરો
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
